September 28, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે.

આ નિ:શુલ્ક કેમ્પમાં સ્પાઇન સર્જન ડો. જવલંત પટેલ, ડો. સાગર શર્મા અને ડો. શર્વિલ ગજ્જર દ્વારા દર્દીઓને માર્ગદર્શન મળશે. આ કેમ્પમાં કરોડરજ્જુને લગતી તકલીફો જેવી કે કમર અને ડોકનો દુખાવો, મણકાના ફેકચર, ગાદીમાં ઘસારો, ગાદી ખસી જવી, ગાંઠ (સ્પાઈનલ કોર્ડ ટ્યુમર), જન્મજાત ખોડખાંપણ-ઈજા-ગાંઠ, હાથપગમાં આવતી કમજોરી, ઝણઝણાટી, કરોડરજ્જુનો ટી.બી. અને કરોડરજ્જુને લગતી અન્ય બીમારીઓ વિષે માર્ગદર્શન મળશે તથા તેમની સલાહ મુજબ શ્વેતકણો, સુગર, પેશાબ, ક્રિએટિનની નિ:શુલ્ક તપાસ થશે તેમજ અન્ય રિપોર્ટ પણ રાહતદરે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 9228102019 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે

Related posts

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

અમદાવાદ: બપોરે 1 વાગ્યા પછી ધોધમાર વરસાદની આગાહી, 22 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

આવાસના મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો