૨૦૨૧ની શરૂઆત પોલીસ માટે ખરાબ સાબિત થઈ રહી છે વર્ષની શરૂઆતમાં જ ત્રણ મોટા મોટા અપરાધ થઇ ચુક્યા છે, મેઘાણીનગરમાં લૂંટના કિસ્સા બાદ ઠક્કરબાપનગર માં ધોળે દિવસે માત્ર ૩૦ થી ૩૫ હજાર માટે ૦૩ રાઉન્ડ ફાયર કરી લૂંટ ચલાવી અને બે તારીખે સામન્ય બાબતે ખૂન કરવામાં આવ્યું લોકોના મન માંથી પોલીસનો ખોફ ઓછો થતો જાય છે તેવુ લાગી રહ્યું છે અપરાધિઓ બે ફામ બની ને અપરાધ પર અપરાધ કરી રહ્યા છે.
અમદાવાદના કૃષ્ણનગરમાં ઠક્કરબાપા બ્રીજ નીચે આવેલ ગાયત્રી ટ્રેડર્સ નામની પાન – મસાલાની દુકાનમાં બાઈક પર આવેલા ૩ શખ્સોઍ ૩ રાઉન્ડ ફાયરીંગ કરી પાનની દુકાનમાંથી ૩૦ થી ૩૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.ક્રાઈમબ્રાન્ચ ની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.