September 24, 2026
ગુજરાત

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો છે.

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે નવી દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં સુરતને બીજા ક્ર્મ મેળવવા બદલ શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા મેયર હેમાલી બોઘાવાલાને સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

સુરતની દેશભરમાંથી બીજો ક્રમ મળવા બદલ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ૬૦૦૦ માર્ક્સ રાખવામાં આવ્યા હતા જેમાંથી સુરતને ૫૫૧૯.૫૯ માર્કસ મળ્યા હતા.

નોંધનીય છે કે, સતત પાંચમી વાર મધ્યપ્રદેશનું ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ અમદાવાદ અને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનું બહુમાન છત્તીસગઢ રાજ્યે મેળવ્યું છે.

Related posts

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ખાલી પડેલી ૪૭૨ જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર

Ahmedabad Samay

LPG પુરવઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધો લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા, ગ્રાહકો હવે પહેલાની જેમ LPGનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો