December 3, 2024
ગુજરાત

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહિ

નરોડામાં કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષ નામની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી. આ કોમ્પલેક્ષમાં વેદાંત કોવિડ હોસ્પિટલ આવેલી હોવાથી ડોક્ટરો તેમજ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વેદાંત કોવિડ હોસ્પિટલને ખાલી કરવામાં આવી હતી.  હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને એમ્બ્યુલન્સની મદદથી શહેરી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  જે બાદ આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હજુ સુધી આગામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

Related posts

સી.એમ. રૂપાણી કોરોના પોઝિટિવ, ઇલેક્શન દરમિયાન હજુ કેટલાય નેતાઓ ને કોરોના થવાની શકયતા

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો