August 8, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

મેઘાણીનગર વિસ્તારમાં નીતા વાઘેલા નામની યુવતી પર તેનાજ સાસુ, જેઠ અને જેઠની પ્રેમિકાએ બળજબરીથી ફીનાઇલ પીવડાવી મોતના ઘાટ ઉતારવાનું પ્રયાસ કર્યો.

પતિની ગેર હાજરીમાં પાછળના દરવાજે સાસુ,જેઠ અને જેઠની મુસ્લિમ પ્રેમિકાએ નીતા વાઘેલાને પકડીને ફીનાઇલ પીવડાવી ભાગી ગયા હતા, થોડા સમયમાં પતિ ઘરે પહોચતા જોયુકે કે તેની પત્ની ઉલટી કરતી હતી પતિને આ બનાવ અંગે જાણ થતાંજ તુરંત જ પતિ દ્વારા ૧૦૮ ઉપર ફોન કરવામાં આવ્યું અને ૧૦૦ ઉપર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર જણાતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

યુવતી અને પતિને અવારનવાર પરિવાર દ્વારા ઘર છોડીને જવાની બાબતે ઝગડા થતા  હતા અને જેઠ દ્વારા નાના ભાઈની પત્ની પાસે પૈસાની માંગણી કરવામાં આવતી હતી,
પતિની ગેર હાજરીનો લાભ લઇ સાસુ દ્વારા યુવતિ જોડે પૈસાની માંગણી કરી હતી અને પૈસા નઆપતા જેઠ, સાસુ અને જેઠની પ્રેમિકાએ મળીને જબરજસ્તી યુવતીને પકડી ફીનાઇલ પીવડાવી જાનથી મારવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું,
યુવક દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા યુવતીની જુબાની નોંધી  તપાસ કરવામાં આવી હતી, ગુન્હેગાર વિરુદ્ધ નબળા કાનૂની કાર્યવાહી અને કચાસ ભર્યા પગલા લેવાથી સાસુ,જેઠ અને તેની પ્રેમિકાની હિંમત વધુ વધી અને કાનૂનો કોઇ ખોફ ન રહેતા વધુને વધુ હેરાન પરેશાન કરવામાં આવવા લાગ્યું હતું,

તેમના દ્વારા હેરાનગતિ અને માનસિક ત્રાસ એટલા હદ સુધી વધી ગયું કે ફરી પોલીસ સ્ટેશનમાં રક્ષણ માટે ગુહાર લગાવવી પડી, પહેલા આ નબળી કાર્યવાહી અને યોગ્ય પગલાં ન લીધા હોવા છતાં પતિ પત્નીએ કાનૂન પર વિશ્વાસ રાખી ફરી ફરિયાદ નોંધાવી છે અને આશા કરી છે કે આ વખત તેમને યોગ્ય ન્યાય મળશે અને ગુન્હેગારને કડકમાં કડક સજા મળશે.

Related posts

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો