આજ રોજ સવારના ૦૬:૧૦ કલાકે નારોલ હાઇવે પર મેક્સિસ ટાયર કંપની ના સ્ટાફ બસ સાથે ટ્રક ની ટક્કર થતાં સ્ટાફ ના ૫ વર્કરો ગંભીર રીતે ઘવાયા છે. ટ્રક ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયેલ છે. ગંભીર રીતે ઘવાયાએલા કર્મચારીઓ અને ટ્રક ડ્રાયવરને તાત્કાલિક અમદાવાદ ની એલ જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા છે. તમામ ઘટના વહેલી સવારે નારોલ હાઇવે3 પર કંપની ની બસ સ્ટાફ ને લઇ મેક્સિસ ટાયર કંપની માં જઈ રહી હતી અને સામે થી આવતા ટ્રક ડ્રાઈવરે બેલેન્સ ગુમવતા ટ્રક બસ માં ઘુસી જવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો.
