September 21, 2026
મનોરંજન

જાણો ‘અંતિમઃધ ફાઈનલ ટ્રુથ’નું ફૂલ મુવી રીવ્યુ

સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ એક મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ની ઓફિશિયલ રિમેક છે. જેમાં નાના શહેરના યુવક રાહુલ (આયુષ શર્મા)ની કહાણી છે જે પૂનાનો ખતરનાક ભૂ-માફિયાઓ પૈકીનો એક બની જાય છે. તે ઘણાં દુશ્મનો બનાવે છે અને કાયદો તોડે છે. ત્યારે તેની સામે ઈન્સ્પેકટર રાજવીર સિંહ (સલમાન ખાન) અડચણરૂપ બને છે જે શહેરનો સંપૂર્ણ ક્રાઈમ ખતમ કરવા માગે છે.

ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’નું ડિરેકશન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાણી માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. આ સંપૂર્ણપણે મનોરંજક ફિલ્મ છે. છતાં તેમાં ઓછું એકશન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં એકશન કરતા વધારે ડાયલોગબાજી છે જે કહાણીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા પ્લોટ ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. મહેશ માંજરેકરે ખૂબ હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એકટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંદ્યર્ષને વારંવાર દેખાડવામાં આવ્યા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છ

‘અંતિમઃધ ફાઈનલ ટ્રુથ’માં સલમાન ખાન પોલીસ અવતારમાં પાછો દેખાયો છે અને નીડર સરદારની ભૂમિકામાં છે. તે પોતાનો શર્ટ ફાડીને ગુંડાઓને મારતો બતાવ્યો છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમેસ્ટ્રી ખૂબ કંટાળાજનક છે. આ ફિલ્મથી એકટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે. આયુષ શર્મા મજબૂત બોડી સાથે જોવા મળી રહ્યો છે અને સલમાન ખાન સાથે બોન્ડિંગ બનાવવાના પ્રયાસ કરે છે.

જો તમને જૂના જમાનાની ફિલ્મો પસંદ આવતી હોય તો ‘અંતિમઃધ ફાઈનલ ટ્રુથ’માં મજા પડશે. કારણકે આ ફિલ્મમાં જૂના જમાનાની ફિલ્મોની ચીજવસ્તુઓને મોટાપાયે રજૂ કરાઈ છે. ‘અંતિમઃધ ફાઈનલ ટ્રુથ’ મનોરંજનની સાથે-સાથે માફિયા ડોન કેવી રીતે જમીન પચાવે છે તે પણ દર્શાવાયું છે. માફિયા ડોન કાયદા તોડે છે કારણકે રાજનેતાઓ પણ ઘણીવખત તેઓ સાથે સંપર્કમાં હોય છે.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર

Ahmedabad Samay

આ અભિનેત્રીઓએ તેમની યુવાનીમાં વૃદ્ધ મહિલાનો રોલ કર્યો હતો, તેનો લૂક જોઈને ચાહકો ચોંકી ગયા હતા!

Ahmedabad Samay

રાજ કપૂરે લતા મંગેશકરને જાહેરમાં બદસૂરત કહ્યા હતા, પછી જ્યારે ભુલ સમજાઈ ત્યારે આ કામ કર્યુ તુ…..

Ahmedabad Samay

કપિલ શર્મા શૉ માં જોર જોરથી હસવા માટે અર્ચના પુરણ સિંહ ને મળે છે ૧૦ લાખ

Ahmedabad Samay

રીના રોયને જોઈને શત્રુઘ્ન સિન્હા ચોંકી ગયા હતાં, ફિલ્મમાં તેને રિપ્લેસ કરવાનું મન બનાવી લીધું હતું!

Ahmedabad Samay

Bhumi Pednekar Bold Photo: ભૂમિ પેડનેકરે પોતાની બોલ્ડનેસથી ફરી હલચલ મચાવી, વિચિત્ર ટોપ જોઈને લોકોને ઉર્ફી યાદ આવી!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો