August 7, 2026
ગુજરાત

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ એક શખસ સામે છેડતી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સાસરેથી આ યુવતી રિસાઈને પિયરમાં આવી હતી. સાસુ મેરેજ બ્યુરોનું કામ કરતા હતા પણ ફોન વાપરતા ન હોવાથી તેમણે લોકોને પોતાની પુત્રવધુનો નંબર આપ્યો હતો. ત્યારે એક યુવક સાથે સંપર્કમાં આવતા તે આ યુવતીને પ્રેમ કરી બેઠો અને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

બાદમાં લગ્નનું કહેતા યુવતીને આ શખ્સે *તું શાદી સુદા હે ઔર બચ્ચે ભી હે, એસે બીના શાદી કે હી સંબંધ બનાએ રખ* કહીને લગ્નની મનાઈ કરતા યુવતીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ઇસનપુરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી છેલ્લા સાતેક મહિનાથી તેના પિયરમાં રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૬માં જુહાપુરા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. આ યુવતી લગ્ન બાદ તેના પતિ અને પરિવાર સાથે રહેતી હતી. તે દરમિયાન તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો, જે હાલ ચાર વર્ષની છે. યુવતીની સાસુ મેરેજ બ્યુરો ચલાવે છે. યુવતીની સાસુ ફોનનો ઉપયોગ ના કરતા હોવાથી ગ્રાહકોને કંઈ કામ હોય તો યુવતીનો નંબર આપતી હતી. વર્ષ ૨૦૧૮માં આ યુવતીને તેના પતિ સાથે વિવાદ થયો હતો.

જેથી તે તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. વર્ષ ૨૦૧૮માં જમશેદ ખાન નામના વ્યક્તિનો આ યુવતી ઉપર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે લગ્ન માટેના ફોટા મોકલ્યા નહીં? જેથી યુવતીએ જણાવ્યું કે તેને ફેમિલી પ્રોબ્લેમ ચાલતો હોવાથી તે હાલ પિયરમાં રહેવા આવી છે, સાસુને ફોન કરો. ત્યારબાદ આ જમશેદ નામનો વ્યક્તિ અવારનવાર યુવતીને ફોન કરતો હતો અને જણાવતો કે તું તારા પતિ સાથે તલાક લઈ લે હું તારી સાથે લગ્ન કરીશ. અવારનવાર આવી વાત કરી જમશેદ નામનો વ્યક્તિ આ યુવતીને આશ્વાસન આપતો હતો. યુવતીએ તેને એક દીકરી હોવાનું પણ જણાવતાં જમશેદે કહ્યું હતું કે તે તેને તેની દીકરી સાથે અપનાવી લેશે. આ પ્રકારની વાતો કરી જમશેદે વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો.

બાદમા પ્રેમ કરતો હોવાની યુવતી સમક્ષ વાતો કરતો હતો. યુવતીએ આ અંગેની જાણ તેની માતાને કરતાં યુવતીની માતાએ જમશેદને ફોન કરી મારી દીકરીને તારી સાથે પરણાવી નથી તો હવે પછી ફોન કરતો નહીં કહ્યું હતું. છતાં જમશેદ અવારનવાર આ યુવતીને ફોન કરતો હતો અને તે ખૂબ પ્રેમ કરે છે, તારા પતિ તલાક લઈ લે હું તારી સાથે લગ્ન કરીશ તેમ જણાવી યુવતીને વિશ્વાસમાં લેતો હતો.

જમશેદના ભાઈની સાસરી યુવતીનાં ઘરની બાજુમાં થતી હોવાથી તે અવારનવાર અમદાવાદ આવતો હતો. જ્યારે જ્યારે યુવતી ઘરની બહાર કોઈ કામથી નીકળે ત્યારે જમશેદ તેને રસ્તામાં રોકીને હેરાન કરતો હતો અને જણાવતો કે તું મારી સાથે લગ્ન કરી લે. બાદમાં મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસો આપતો હતો.

New up 01

Related posts

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો