June 22, 2026
ગુજરાત

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવેની સગાઇને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે.

કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.
હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજમાં જ્યારે લગ્ન તૂટે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.

કિંજલ દવે કે જેનો જન્મ 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી. આ કિંજલ દવેની લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે સગાઇ કરવામાં આવી હતી. જે હવે તૂટી જતા આ સમાચાર ચારે બાજુ વાયવેગે પ્રસરી ગયા છે. વધુમાં સગાઇ તૂટી જતા કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કિંજલ દવેની જેની સાથે સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પવન જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો ખૂબ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન પણ જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.

જે-તે સમયે વીડિયો શેર કરતા પવને કેપ્શનમાં લખ્યું હતું કે “અને હું તને જ પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, રિયાલિટીના કોઈ પણ વર્ઝનમાં હું તને જ શોધીશ અને તને જ પસંદ કરીશ.” @thekinjaldave ️પ્રેમ અને મસ્તી સાથે પાંચમાં વર્ષમાં પ્રવેશ #4yearsoftogetherness હેપ્પી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ.’ આ સાથે પવને એક હાર્ટવાળું ઈમોજી અને કેમરાવાળું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું. ત્યારે કહી શકાય કે ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે કિંજલ દવે પણ ખૂબ ખુશ હતી. પરંતુ આ રીતે એકાએક બંનેની સગાઇ તૂટી જતા કિંજલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે

કિંજલ દવે ગયા વર્ષે પવન જોષી તથા સિંગર ફ્રેન્ડ ઉર્વશી રાદડિયા (Urvashi Radadiya) અને અન્ય કેટલાક મિત્રો સાથે દુબઇ પણ ફરવા ગયેલી. એ સમયે કિંજલ દવેએ દુબઈની તસવીર પણ શેર કરી હતી. જેમાં સફેદ શર્ટ અને ડેનિમ તથા ગોગલ્સ પહેરીને કિંજલે શેર કરેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તમારી કહાની જાતે લખો. આ મારો ટેસ્ટ છે’.

કિંજલ દવેના પિતા કે જેમનું નામ છે લલિતભાઇ દવે. જેઓ હીરા ઘસવાની સાથે-સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવે છે. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. ત્યાર બાદ કિંજલ દવેનો સિતારો સતત ચમકતો રહ્યો. કિંજલ દવે જ્યારે પણ કોઈ પ્રોગ્રામ કરવા જાય ત્યારે તેની એન્ટ્રી હંમેશા જબરદસ્ત રહેતી હોય છે. તેની એન્ટ્રી હંમેશા ઓડી, મર્સિડીઝ કે BMW જેવી લક્ઝુરીયસ કારમાં જ થતી હોય છે. તેની પાસે હાલમાં પોતાની એક ઈનોવા કાર છે.

Related posts

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

એઇટીન ડીજીટલે કોરોના કાળમાં ડીજીટલ પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો,ડીજીટલ માર્કેટમાં ગુજરાતની ફાસ્ટેટ ગ્રોથ કરતી કંપની એટલે એઇટીન ડીજીટલ

Ahmedabad Samay

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Ahmedabad Samay

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો