August 9, 2026
દેશ

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ શ્રી બિપિન રાવત અને તેમનાં પત્ની શ્રીમતી મધુલિકાનું દુઃખદ અવસાન, દેશમાં શોકનો માહોલ

તામિલનાડુના કુન્નુરના જંગલમાં બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ શ્રી બિપિન રાવત, તેમનાં પત્ની શ્રીમતી મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા.અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળ્યા છે.

જનરલ શ્રી બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. શ્રી રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.

સીડીએસ બીપીન રાવત અંગે રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે સંસદમાં વિગતો રજૂ કરશે સીસીએસ (કેબીનેટ કમીટી ઓન સિકયુરીટી)ની બેઠક આજે સાંજે ૬:૩૦ પીએમ આવાસ ખાતે મળનાર છે ,તામિલનાડુમાં સેનાના હેલીકોપ્ટરની દુર્ઘટનામાં ૧૪ માંથી ૧૩ અધિકારીઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે,

સીડીએસ બીપીન રાવત અંગે રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે સંસદમાં વિગતો રજૂ કરશે, સીસીએસ (કેબીનેટ કમીટી ઓન સિકયુરીટી)ની બેઠક આજે સાંજે ૬:૩૦ પીએમ આવાસ ખાતે મળનાર છે,ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.

New up 01

 

Related posts

ઈરાનમાં વર્તમાનમાં ફાટી નીકળેલી અરાજકતા માટે ઓપરેશન સ્વદેશ શરૂ, આજે પહેલી ફ્લાઇટ આવશે ઈરાન

Ahmedabad Samay

સાઉદી અરેબિયાના એક અહેવાલમાં ભારતની અર્થ વ્યવસ્થા અને PM મોદીના ભરપેટ વખાણ

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો