March 21, 2025
દેશ

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

“જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે.  પ્રાથમિક માહિતી મુજબ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે.

સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. કાશ્મીર ખીણમાં અનેક આતંકી ઘટનાઓમાં જેની સંડોવણી હોવાનું કહેવાતું હતું તે હિજબુલ આતંકી મેહરાઝુદ્દીન અથડામણમાં માર્યો ગયો છે. મેહરાઝુદ્દીન ઉર્ફે ઉબૈદ હિજબુલ મુજાહિદ્દીનનો સૌથી જૂનો અને ટોપ કમાન્ડર હતો.

હંદવાડા પોલીસના જણાવ્યાં મુજબ એન્કાઉન્ટર પાઝીપોરા વિસ્તારમાં ચાલુ છે અને પોલીસ, સેના તથા સીઆરપીએફ તરફથી જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. વિસ્તારને ખાલી કરાવી લેવાયો છે જેથી કરીને નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે.

કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું કે મેહરાઝુદ્દીન દ્યાટીમાં આતંક ફેલાવવાના ષડયંત્રમાં અનેક દિવસોથી લાગેલો હતો. તેનો ખાતમો સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. તે હિજબુલનો ટોપ કમાન્ડર હતો અને અનેક વર્ષોથી સંગઠન સાથે જોડાયેલો હતો.

New up 01

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

Ahmedabad Samay

દુબઇમાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે મળશે દુબઇની નાગરિકત્વ

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

Ahmedabad Samay

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો