સાઉદી અરેબિયામાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે કોરોનાનું ભયંકર સંકટ હોવા છતાં, ભારત હજી પણ વિશ્વની સૌથી મોટી ઉભરતી શકિત છે. અમેરિકન વિદેશ નીતિના નિષ્ણાંત ડો. જોન સી. હલસમેને પોતાના અહેવાલમાં આ કારણ જણાવ્યુ છે.ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. દરરોજ કોરોનાના વધતા જતા કેસોએ દેશની ચિંતાઓમાં વધારો કર્યો છે. આ દરમિયાન, ભારત વિશે એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં કોરોના સંકટગ્રસ્ત ભારત વિશે સકારાત્મક પાસું બહાર આવ્યું છે. સાઉદી અરેબિયામાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે કોરોનાની ભયંકર દુર્ઘટના હોવા છતાં, ભારત હજી પણ વિશ્વની સૌથી ઉભરતી શકિત છે. સાઉદી દૈનિકમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે COVID-19 કેસોમાં વિક્રમી વધારાને લીધે થયેલું નુકસાન હોવા છતાં, ભારત દુનિયાની સૌથી મોટું અને વિકસિત અર્થવ્યવસ્થા બની રહ્યું છે. ભારત પાસે એવી ઘણી મૂળભૂત શકિતઓ છે જે ભારતને વિશ્વના સૌથી શકિતશાળી દેશોમાં સ્થાન આપે છે.
કોરોના રોગચાળાને લઈને ભારતના ટીકાકારોને નકારી કાઢતા યુએસ વિદેશ નીતિના નિષ્ણાંત ડો. જોન.સી.હલસમેને એક અરબ ન્યૂઝમાં જણાવ્યું હતું કે ભારતમાં રાજકીય શકિતનું માળખું સ્થિર છે અને નરેન્દ્ર મોદી અને ભાજપ બંને રાજકીય રીતે સલામત છે તે રીતે અન્ય વિકાસશીલ દેશો ફકત ભારતની ઈર્ષા કરી શકે છે. કોરોના વાયરસના કેસમાં મોટા વધારાને કારણે ભારતનું આરોગ્ય વિભાગ દબાણ અનુભવી રહ્યું છે અને તેવામાં પશ્ચિમી મીડિયા દ્વારા ભારતના આરોગ્ય વિભાગ સહિત કેટલાક તંત્રો પર ઠપકો વરસાવવામાં આવ્યો છે.
પોતાના અહેવાલમાં હલસમેને દલીલ કરી છે કે વિવેચકો દ્વારા ભારતની કોરોનાની સ્થિતિ અને દેશની દુૅં ખદ સમસ્યાઓ તરફ ધ્યાન આપી રહ્યો છે, પરંતુ દેશની આર્થિક સ્થિતિના કાયમી પરિવર્તન તરફ ધ્યાન આપી રહ્યો નથી. જે ભારતને વિશ્વની સૌથી મોટી વિકસિત શકિત બનાવવા તરફ પ્રેરી રહ્યો છે.
આઇએમએફ ચુકવણી ડેટામાં ધ્યાન પર આવ્યું છેકે – ભારતમાં એફડીઆઇ સારી છે અને રેન્કિંગ પણ સારી છે. કોવિડ -૧૯ રોગચાળામાં બે મહિનામા લાંબા લોકડાઉન અને ૨૦૨૦માં મોટો જીડીપી સંકુચિત હોવા છતાં, વિદેશી મૂડીનો ભારતમાં પ્રવેશ આશ્ચર્યજનક રહ્યો છે. કેલેન્ડર વર્ષ (CY) ૨૦૨૦ના આઈએમએફના ચુકવણીના ડેટા દર્શાવે છે કે ભારતને લગભગ ૮૦ બિલિયન સીધુ વિદેશી રોકાણ (એફડીઆઈ) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ)ની આવક મળી છે. જે ચીન કરતા ઓછું છે. પરંતુ, આ મામલે રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી આગળ છે.