September 21, 2026
દેશટેકનોલોજી

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી નાખી છે. સોશ્યલ મીડીયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ આનંદ મહિન્દ્રાએ મહેનતુ પિતાને નવી બોલેરો જીપની ભેટ આપી છે જેની કિંમત ૯ લાખથી વધુ થાય છે.

મહારાષ્ટ્રના દેવરાષ્ટ્ર ગામના લુહાર દત્તાત્રેયને એક વિડીયોમાં ભંગારમાંથી બનાવાયેલી જીપ ચલાવતો અને તેની બાજુમાં તેનો પુત્ર બેઠેલો  નજરે પડે છે. મહિન્દ્રા ગૃપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફીશ્યલ ટવીટર હેંન્ડલ ઉપર એક  વિડીયો ટવીટ કર્યો છે. જેમાં આ માહીતી જાણવા મળી છે.

ભંગારમાંથી બનાવાયેલી જીપ માત્ર ૬૦,૦૦૦ રૂ.માં બની છે. જેમાં કીક સ્ટાર્ટ મીકેનીઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ટુ વ્હીલર માટે ઉપયોગમાં આવે છે. આ વાહન લેફટ હેન્ડ ડ્રાઇવ અને જુની કારના પાર્ટસમાંથી બનાવવામાં આવ્યું છે. દત્તાત્રેય લુહારને પ્રોત્સાહીત કરવા આનંદ મહિન્દ્રાએ પોતાની કંપનીની ૯ લાખથી વધુ કિંમતની બોલેરો જીપ ભેટ આપી છે.

New up 01

Related posts

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

Ahmedabad Samay

કોરોના રસીને લઇ ૨૫ ડિસેમ્બરે આવી શકે છે ખુશખબરી

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

મુંબઈ સરકાર V/S કંગના

Ahmedabad Samay

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો