Samsung Galaxy M14 5G Price: સેમસંગ ટૂંક સમયમાં બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ Samsung Galaxy M14 5Gને ટીઝ કર્યું છે, કંપનીએ તેની માઇક્રોસાઇટ લાઇવ કરી છે. માઇક્રોસાઇટ અનુસાર, આ સ્માર્ટફોનને 15,000 રૂપિયાથી ઓછીની શરુઆતની કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. આ હેન્ડસેટમાં 6000mAh બેટરી મળશે. સ્માર્ટફોનના અન્ય મેઇન ફિચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 50MP કેમેરા, 5nm પ્રોસેસર, મોટી સ્ક્રીન અને મજબૂત બેટરી મળશે. કંપનીએ તેને અન્ય માર્કેટમાં લોન્ચ કરી છે. આવો જાણીએ આ હેન્ડસેટની વિગતો.
Samsung Galaxy M14 5G ભારતમાં ક્યારે લોન્ચ થશે?
સેમસંગનો આ સ્માર્ટફોન બજેટ 5G સેગમેન્ટમાં નવી એન્ટ્રી હશે. હેન્ડસેટ 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. બ્રાન્ડે તેની કિંમત ટીઝ કરી છે, જે 14,000 રૂપિયાથી ઓછી હશે. એવી અટકળો છે કે કંપની આ ફોનને 13,499 રૂપિયા અથવા 13,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકે છે. સેમસંગ તેને સિલ્વર, બ્લુ અને ડાર્ક બ્લુ કલરમાં લોન્ચ કરી શકે છે.
સ્પેશિફિકેશન શું હોઈ શકે?
કંપનીએ તેની માઇક્રોસાઇટ લાઇવ કરી છે. જો કે, આ ફોન પહેલાથી જ અન્ય માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, તેના ફીચર્સ વિશેની માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 6.6-ઇંચની IPS LCD Infinity-U ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે.
ફોનમાં Exynos 1330 પ્રોસેસર ઉપલબ્ધ હશે, જે 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં સ્ટોરેજ વધારવા માટે માઇક્રો એસડી કાર્ડનો ઓપ્શન પણ ઉપલબ્ધ હશે. ફોન Android 13 પર આધારિત OneUI પર કામ કરશે. તેમાં 50MP + 2MP + 2MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે.
ફ્રન્ટમાં, કંપની 13MP સેલ્ફી કેમેરા ઓફર કરી શકે છે. ડિવાઇસને પાવર કરવા માટે, 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે.