September 21, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે આ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ છેતરપિંડી નહીં ચલાવી લેવાય.

ભાવનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પાલીતાણામાં થયેલી લવ જેહાદની બે ઘટનાઓને લઈને આકરાપાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યુ કે પ્રેમ કરવો ગુનો નથી પણ વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. ઓળખ છુપાવી, ખોટા કાગળો બનાવી યુવતીને ભોળવી લે તે નહીં ચલાવાય. પરંતુ, આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે.

વિધર્મી લોકો બહુ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે. વિધર્મી નામ બદલી ગુજરાતની ભોળી દીકરીઓને ફસાવી રહ્યા છે. લવ જેહાદના કેસમાં ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપશે નહીં. સાથે જ તેમણે માતા પિતાને પણ અપીલ કે પોતાના સંતાનોનું ધ્યાન રાખે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

New up 01

Related posts

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

શરતોના આધીન કાલે નીકળશે રથયાત્રા

Ahmedabad Samay

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો