August 22, 2026
ગુજરાત

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

કોરોના મહામારીના દબાણમાં પણ ભારતીય અર્થવ્‍યવસ્‍થા મજબૂત પ્રદર્શન કરી રહી છે અને ૨૦૩૦ સુધીમાં તે એશીયાની બીજી મોટી અર્થવ્‍યવસ્‍થાવાળો દેશ બની જશે. આઇએચએસ માર્કેટે શુક્રવારે જાહેર કરેલ રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીય અર્થવ્‍યવસ્‍થા બ્રિટન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજા નંબર પર પહોંચી જશે.
આઇએચએસ માર્કેટ અનુસાર, અત્‍યારે ભારતનો જીડીપી અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને બ્રિટન પછી છઠ્ઠા નંબર પર છે. જો કિંમતના હિસાબથી વાત કરીએ તો ૨૦૨૧માં ભારતીય અર્થવ્‍યવસ્‍થાનો આકાર ૨૭ ખર્ચ ડોલર છે જે ૨૦૩૦ સુધીમાં વધીને ૮૪ ખર્ચ ડોલરે પહોંચવાનું અનુમાન છે. આ તેજી જાપાનને પાછળ રાખી દેવા માટે પુરતી છે જેનાથી ભારત ૨૦૩૦ સુધીમાં એશીયા – પ્રશાંત ક્ષેત્રની બીજા નંબરની મોટી અર્થવ્‍યવસ્‍થા વાળો દેશ બની જશે.
૨૦૨૧-૨૨માં ભારતનો વિકાસદર ૮.૨ ટકા રહેવાનું અનુમાન છે, જ્‍યારે ગયા નાણાકીય વર્ષમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, ચાલુ નાણાકીય વર્ષની ગતિ ૨૦૨૨-૨૩માં ચાલુ રહેશે અને ભારત ૬.૭ ટકાનો વિકાસદર હાંસલ કરી લેશે.
ભારતનો વિકાસદર વધારવામાં ઇ-કોમર્સ ક્ષેત્રની સાથે બાંધકામ, બુનિયાદી માળખુ અને સેવા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. એટલું જ નહી વધી રહેલા ડીજીટલીકરણથી આગામી સમયમાં ઇ-કોમર્સ બજાર વધુ મોટું થઇ જશે. એક રિપોર્ટ અનુસાર, ૨૦૩૦ સુધીમાં ૧.૧ અબજ ભારતીયો પાસે ઇન્‍ટરનેટ હશે, ૨૦૨૦માં આ આંકડો ૫૦ કરોડ હતો.
આઇએચએસ માર્કેટે દાવો કર્યો છે કે, આ બધુ મળીને જોઇએ તો ભારતીય અર્થવ્‍યવસ્‍થાનું ભાવિ મજબુત અને સ્‍થિર દેખાઇ રહ્યું છે, જેનાથી આવતા એક દાયકા સુધી તે સૌથી ઝડપી ગતિએ વધતા જીડીપીવાળો દેશ બનેલો રહેશે. લાંબા સમયમાં પણ ભારતનો ઝડપી વિકાસદર જાળવી રાખવામાં બુનીયાદી માળખા ક્ષેત્ર અને સ્‍ટાર્ટઅપ જેવા ટેકનીકલ વિકાસની મોટી ભૂમિકા હશે.
ભારતને પોતાના વિશાળ મધ્‍યમ વર્ગથી સૌથી વધારે મદદ મળે છે, જે તેની મુખ્‍ય ગ્રાહક શકિત છે. આઇએચએસ માર્કેટએ કહ્યું છે કે, ભારતીય ગ્રાહકોનો ખર્ચ પણ આવતા એક દાયકામાં બમણો થઇ જશે. તે ૨૦૨૦ના ૧૫ ખર્વ ડોલરથી વધીને ૨૦૩૦માં ૩૦ ખર્વ ડોલરે પહોંચી શકે છે.

New up 01

Related posts

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો