ચાણક્યપુરી વિસ્તારમાં ટાયર કિલર બંપ લગાવાયા બાદ આ પાલટ પ્રોજેક્ટ સફળ રહેતા અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે. જેથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો પર અંકુશ લગાવી શકાય અને અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરીને વાહનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે ટાયર કિલર બંપ ચાણક્યપુરી પાસે લગાવવામાં આવ્યો હતો. આ પાયલોટ પ્રોજેક્ટ બાદ ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ટાયર કિલર બંપ લાગશે. ટાયર કિલર બંપ આસપાસ અન્ય બે બંપ લગાવવામાં આવી રહ્યા છે. ત્
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન હરકતમાં આવી છે અને ટ્રાફિકની સમસ્યા મામલે એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે.રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે તેને નાથવા માટે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે.
કિલર ટાયર બંપ પર લોકો પથ્થરો પણ મુકી દે છે જેથી આ બંપના અણીદાર દાંતા નીચે થઈ જાય અને આસાનીથી પસાર થઈ શકાય. જો કે, આ નિયમોનું ઉલ્લઘન છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બંપ પર ગેપ પણ જોવા મળે છે જેના કારણે બાઈક ગેપમાંથી લોકો પસાર કરી રહ્યા છે. જો કે, અન્ય 23 બંપ પર બની શકે છે કે, આ સમસ્યા સામે કોઈ ઠોસ કામગિરી થશે. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં વકરી છે ત્યારે લોકોને અંકુશમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.