September 23, 2026
ગુજરાત

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

રાજયમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ સામે આવતા બીજી લહેરના દ્રશ્યો આંખ સામે તરતા થઈ ગયા છે. આજે નવા 21 વિસ્તારોને  માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાવામાં આવ્યા છે. સૌથી વધુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પશ્ચિમ ઝોનમાં વધ્યા છે,

પાલડી, જોધપુર, સેટેલાઇટના વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.  સરખેજ, બોપલ, ગોતાના કેટલાક વિસ્તારો તો ચાંદખેડા, નવરંગપુરાની પણ કેટલીક સોસાયટીઓ કોરોના વકરતા પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગઈ છે. આજે નવા 21 વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 141 થઈ ગઈ છે

AMC સતર્ક થઈ સતત માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરી રહી છે. બુધવારે વધુ શહેરના  16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના 5 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજના તેમજ પશ્ચિમ ઝોનના 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા હતા મધ્ય ઝોનના એક વિસ્તાર, દક્ષિણ ઝોનના મણિનગર અને કાંકરિયાના 3 વિસ્તારો, પૂર્વ ઝોનના નિકોલ નજીકના 2 વિસ્તારો સાથે આજે 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા હતા.

New up 01

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો