August 14, 2026
ગુજરાત

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

આ વખતે વિવો એટલા માટે આઈપીએલથી દૂર થઈ રહ્યું છે કેમ કે તેને પોતાના રોકાણનું યોગ્ય વળતર મળી રહ્યું નથી. જોકે, બીસીસીઆઈને નવા સ્પોન્સર મેળવવામાં તકલીફ પડી નથી અને બોર્ડે ૨૦૨૨ની સિઝન માટે ટાટા ગ્રુપ સાથે કરાર કર્યા છે. વિવો ઈન્ડિયાએ ૨૦૧૭માં આઈપીએલ સ્પોન્સર રાઈટ્સ ખરીદ્યા હતા અને તે માટે તેણે બોર્ડ સાથે ૨૧૯૯ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.

પાંચ વર્ષના કરાર માટે કંપનીએ પ્રત્યેક સિઝન માટે અંદાજીત ૪૪૦ કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. સોફ્ટ ડ્રિંક બનાવતી જાયન્ટ કંપની પેપ્સિકોનો કરાર પૂરો થયા બાદ વિવો આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર બન્યું હતું. પેપ્સિકો ૨૦૧૬માં આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે અલગ થયું હતું.

ગત વખતે વિવોએ આઈપીએલમાંથી બહાર નીકળ્યા પછી, બીસીસીઆઈએ કહ્યું હતું કે તેણે ભારતીય ક્રિકેટ ચાહકોની લાગણીને સંપૂર્ણ ગંભીરતાથી લીધી અને તેથી તે એવા સ્પોન્સરને દૂર કરવા તૈયાર છે જે આઈપીએલ ટેબલ પર દર વર્ષે અંદાજે રૂ. ૪૪૦ કરોડ લાવી રહ્યું હતું. વિવો છેલ્લા છ મહિનાથી બહાર થવા માટે કામ કરવા પાર્ટનરની શોધમાં હતું પરંતુ રિપ્લેસમેન્ટ શોધી શક્યું ન હતું. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી યોગ્ય રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી વિવો પ્રતિબદ્ધતાનું સન્માન જાળવે તે અંગે બીસીસીઆઈને કોઈ વાંધો ન હતો. હકિકતમાં બીસીસીઆઈ એ જ વિવો અને ટાટાને સમજૂતી કરવામાં મદદ કરી હતી.

New up 01

Related posts

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળતાપૂર્વક પૂર્ણ,અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઇ

Ahmedabad Samay

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

Ahmedabad Samay

અમદાવાદમાં આવેલ નરોડા GIDC આ આજ રોજ એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

અમદાવાદ સમય પર શહીદ દિવસ પર જાણો વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયાની વીરગાથા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો