September 27, 2026
ગુજરાત

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે. સરકારના એક ટોચના નિષ્‍ણાંતે આ બાબત જણાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે કોવિડ હવે એક ભયાનક બિમારી નથી. નવા સ્‍ટ્રેનની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને જ હોસ્‍પીટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમીયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા ડો. જયપ્રકાશ મુલીયિલએ કહ્યુ છે કે ઓમિક્રોન એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ છીએ. આપણા લોકોમાંથી ઘણાને એ પણ ખબર નહી પડે કે આપણે તેનાથી સંક્રમિત થઈ ગયા છીએ.

સંભવતઃ ૮૦ ટકાથી વધુને એ પણ ખબર નહી પડે કે એ અમને ક્‍યારે થયો હતો ? તેમણે કહ્યુ છે કે કોરોનાના ઓમિક્રોન વેરીયન્‍ટને રોકવો અસંભવ છે અને આખરે તે સમગ્ર દુનિયાને સંક્રમિત કરીને જ રહેશે.

ડો. મુલિયિલે એમ પણ જણાવ્‍યુ છે કે ઓમિક્રોન વેરીયન્‍ટને ફેલાતો રોકવા માટે વેકસીનનો બુસ્‍ટર ડોઝ પણ કામ આવે તેમ નથી એટલે કે તે રોકી શકે તેમ નથી.
આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમિયોલોજીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા આ ડોકટરે એનડીટીવી સાથેની વાતચીતમાં એવુ કહ્યુ હતુ કે, હવે કોરોના ખતરનાક નથી કારણ કે તેનો નવો સ્‍ટ્રેન નબળો છે અને હોસ્‍પીટલમાં દાખલ થવાની પણ જરૂર નથી. તેમણે કહ્યુ છે કે હવે આ એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ તેમ છીએ. તે ડેલ્‍ટાની સરખામણીમાં ઘણો માઈલ્‍ડ(હળવો) છે અને તેને રોકવાનું વ્‍યવહારીક રીતે અસંભવ છે.
ડો. જયપ્રકાશે  વધુમાં જણાવ્યું હતુ કે આ સંક્રમણથી શરીરમાં આવતી ઈમ્‍યુનીટી જીવનભર રહેશે અને આ જ કારણ છે બાકી દેશોની જેમ ભારત ખરાબ રીતે અસરગ્રસ્‍ત નથી બન્‍યુ. તેમણે કહ્યુ હતુ કે જ્‍યારે વેકસીન આવી પણ નહોતી ત્‍યારે ભારતની ૮૫ ટકા વસ્‍તી સંક્રમિત થઈ ચૂકી હતી એટલે વેકસીનનો પહેલો ડોઝ જ બુસ્‍ટર ડોઝ હતો.
આકરા લોકડાઉન બાબતે તેમણે કહ્યુ હતુ કે આપણે લાંબા સમય સુધી ઘરમાં બંધ ન રહી શકીએ.

New up 01

Related posts

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો