કોરોના કાળથી ટ્રાવેલ્સ બિઝનેસ માં કાળા વાદળો છવાયા છે. ટુરઓપરેટરો અને ટ્રાવેલ્સ બિઝનેસ વાળા લોકડાઉન બાદ દિવાળીમાં બેઠેલો ધંધો ક્યાંક પાછું ઉભું થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેમની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ દિવાળી પર ટ્રાવેલ્સ કમ્પનીઓ નો દિવાળો નીકળી ગયો છે. દિવાળી સમય પર છ માસ જેટલું કવર થઈ જ્વાળા ટ્રાવેલ્સ ના ધંધામાં આ દિવાળીએ ૧૦% જેટલો પણ ધંધો થયો નથી.
ટ્રાવેલ્સમાં મંદી ના કારણે નાના નાના ટુરઓપરેટરો દિવાળી કેવીરીતે માનવી અને ઘર કેવીરીતે ચલાવું તે મુંઝવણમાં મુકાયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમા ટુર ઓપરેટરો બેકાર થઈ ગયા છે.ગાડી ના બુકિંગમાં 10% નો પણ ધંધો નથી. આ વખત દિવાળીની રાહ જોઇને અને આશા રાખીને બેઠેલા ટ્રાવેલ્સના માલિકોના ની આશા પર પાણી ફરી વળ્યું છે.
2 ટિપ્પણીઓ
Sabarmati police manmani kare che fariyadi ne sambhalti nathi aapni koi madad mali sake mobile no:- 8306168333 bhavin shah
Call on 8733992155