આજથી સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથેના અનેક નિયમો બદલાઈ ચૂકયાં છે. આ ફેરફાર બેંકિંગથી લઈને ભારતીય રેલવે અને વીમા પોલિસી સાથે સંકળાયેલા છે. જે તમારે જાણવા જરૂરી છે,
આજથી ૦૪ મોટો પરિવર્તન થઈ રહ્યા છે.
(૦૧) PNB 2.0 OTP બેસ્ડ સુવિધા
– આજથી PNB 2.0 OTP બેસ્ડ કેશ વિદડ્રોઅલ સુવિધા શરૂ થઈ જશે,આજે રાત્રે ૮ વાગ્યાથી સવારે ૮ વાગ્યા વચ્ચે PNB 2.0 ATMથી એક વખત ૧૦ હજાર કરતાં વધુ કેશ ઉપાડવા પર OTP નાંખવાનો રહેશે. ATMમાં તમારી સાથે તમારો મોબાઈલ લઈને જવું પડશે.
(૦૨) ૨૪ કલાક મળશે RTGS સર્વિસ
– આજથી તમને RTGSની સર્વિસ અઠવાડિયાના ૭ દિવસ ૨૪ કલાક માટે મળશે, RBI તરફથી તેની જાહેરાત કરવામાં આવી હતી. આજથી તમે ગમે ત્યારે કોઈને પણ મની ટ્રાન્સફર કરી શકશો.અગાઉ RTGS સર્વિસ મહિનાના બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં સપ્તાહના તમામ વર્કિંગ ડેમાં સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ હતા.
(૦૩) રેલવેની નવી ટ્રેનો આજથી શરૂ
રેલવે દ્વારા આજથી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં રેલવે તરફથી અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી છે.નવી ટ્રેનોમાં ઝેલમ એકસપ્રેસ અને પંજાબ મેલ સામેલ છે.
૦૧૦૭૭/૭૮ પૂણે-જમ્મુતાવી પૂણ-ઝેલમ સ્પેશિયલ નામની ટ્રેન છે.
૦૨૧૩૭/૩૮ મુંબઈ-ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ ટ્રેન રોજ ચાલશે
(૦૪) પોલિસી પ્રીમિયમમાં પરિવર્તન
પોલિસીધારકોને આજથી અનેક રાહત મળી ગઈ છે. ૫ વર્ષ બાદ વીમા ધારક પ્રીમિયમની રકમને ૫૦ ટકા સુધી ઘટાડી શકશે. અડધા હપ્તા સાથે પણ પોલિસી ચાલુ રાખી શકાશે.