September 22, 2026
ગુજરાતરાજકારણ

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

ભારતીય જનતા પાર્ટી  પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગતની પ્રક્રિયા સંદર્ભે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ભીંત સૂત્રો પૈકી “મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી” “ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ” “સૌનો સાથ,સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ” એમ મુખ્ય સ્લોગન પોતાના સ્વહસ્તે ભીંત પર બનાવીને વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો જીતવા ભાજપાના કાર્યકર્તાઓ સુસજ્જ છે તેનું આહવાન કરી ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફૂંકી શ્રી ગણેશ કર્યા હતા.

આ પ્રસંગે મીડિયાને સંબોધતાં શ્રી પાટીલ સાહેબે જણાવ્યું કે આજ રોજ સુરત અને કર્ણાવતી ખાતે ભીંત ચિત્ર – વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનો શુભારંભ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપાએ છેલ્લા ૫ વર્ષ દરમ્યાન કરેલ કાર્યોને પ્રજા સુધી લઈ જવાશે. ભાજપા ગુજરાતમાં ૨૫ વરસથી વધુથી સેવા કરીને અનેકાનેક યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડયા છે. ભાજપા નવી તેમજ આધુનિક તમામ પદ્ધતિઓ થકી ચૂંટણી પ્રચાર કરી જનતા જનાર્દન સુધી પહોંચવાના તમામ પ્રયત્નો હાથ ધરશે.
આજના આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી અને મહાનગરના પ્રભારીશ્રી પ્રદીપ સિંહજી વાઘેલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી અને પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષશ્રી અમિત ભાઈ પી શાહ,રાજ્યના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર, મંત્રીશ્રી જગદીશભાઇ પંચાલ, મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર, પ્રદેશ સહ પ્રવકતશ્રી ડો ઋત્વિજ પટેલ સહિત પ્રદેશ તેમજ શહેરના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

Related posts

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો