August 6, 2026
ગુજરાત

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

કોવિડ-૧૯ના ચેપ નિયંત્રણ માટે રાજયના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્‌યુની મુદ્દત ૨૫ સપ્‍ટેમ્‍બરને શનિવારે પૂર્ણ થાય છે. ૭ ઓક્‍ટોબરથી નવરાત્રિનો આરંભ થાય છે. આ સ્‍થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કરફ્‌યુના સમયમાં ઘટડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્‍વનો નિર્ણય કરે તેવી શક્‍યતા વ્‍યક્‍ત થઈ રહી છે.

ગુજરાતમાં પહેલાથી જ ૪૦૦ વ્‍યક્‍તિઓની હાજરીમાં ડી.જે.ઓરકેસ્‍ટ્રા સાથે ઉત્‍સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. બીજી તરફ ૪.૯૩ કરોડ નાગરીકોમાંથી ૧.૭૬ કરોડથી વધુને કોરોના સામેના બંને ડોઝ મળ્‍યા છે. જયારે ૪.૦૭ કરોડને એક ડોઝ મળ્‍યો છે. બે મહિનાથી કોવિડ-૧૯ના દૈનિક કેસ ૨૦થી ઓછા આવી રહ્યા છે.
આ સ્‍થિતિમાં આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્‌યુની મુદ્દત રાતે ૧૨ વાગ્‍યાને બદલે ૧ વાગ્‍યાથી સવારે છ કલાક સુધીની રાખવામા આવે તેવી માંગણી સિનેમા,ᅠહોટલ- રેસ્‍ટોરન્‍ટ જેવા વેપાર- ઉદ્યોગોમાંથી શરૂ થઈ છે.
નવરાત્રિ- દિવાળીના તહેવારો નજીક છે ત્‍યારે અર્થતંત્રને બળ મળે તે ઉદ્દેશ્‍યથી ગુજરાત સરકાર નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન માટે કોવિડ-૧૯ નિયંત્રણ માટે ગાઈડલાઈન જાહેર કરી શકે છે. ગૃહ વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે,ᅠઆઠ શહેરોમાં રાત્રિ કરફ્‌યુની મુદ્દત શનિવારે પૂર્ણ થતી હોવાથી શુક્રવારે મળનારી બેઠકમાં નિર્ણય થશે.

Related posts

અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાક 15000 liter ઓક્સિજન ઓનલાઈન ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટ નુ કાલે “લોકાર્પણ” કરાશે

Ahmedabad Samay

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો