August 26, 2026
ગુજરાત

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પ

જીસીએસ હોસ્પિટલમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે તા.2 થી 7 મેના રોજ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં પિડીયાટ્રીક્સ વિભાગના નિષ્ણાત ડોક્ટરો અને સુપરસ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ્સ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે. બેઝિક રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ અન્ય જરૂરી તપાસ પણ રાહત દરે કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં બાળકોના કુપોષણ, વૃદ્ધિ-વિકાસને લગતી તકલીફો, નવજાત શિશુઓને થતી તકલીફો, થેલેસેમિયા, થાયરોઇડ, ડાયાબિટીસ અને હોર્મોનલ બીમારીઓ, ન્યુમોનિયા, અસ્થમા, શ્વાસની તકલીફ, કિડની-પેશાબની તકલીફો, જન્મજાત ખોડખાંપણ, બાળકોમાં દાંતને લગતી તકલીફો, પાચનતંત્ર-પેટ-આંતરડાની બીમારીઓ, બાળકોમાં લોહીને લગતા રોગો, કેન્સર વગેરે અંગે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. આ કેમ્પમાં પિડીયાટ્રીક્સમાં ડો. બલદેવ પ્રજાપતિ અને ટીમ, બાળકોની કિડનીની બીમારીઓ માટે ડો. દિશા ભટ્ટ (પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ), બાળકોના લોહી અને કેન્સરના રોગો માટે ડો. અનુપા જાેશીપુરા (પીડિ. કેન્સર નિષ્ણાત), બાળકોના પેટ અને આંતરડાના રોગો માટે ડો. આશય શાહ (પીડિ. ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ), બાળકોના દાંતની તકલીફો માટે ડો. જીત નાયક (પીડિયાટ્રિક ડેન્ટીસ્ટ), બાળરોગ સર્જરી માટે ડો. પી. કે. દવે (પીડિયાટ્રિક સર્જન) સેવા આપશે.

Related posts

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો