અમદાવાદમાં ઠેરઠેર સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન નો પાલન કરવા માટે સૂચનો કરાય છે તો પણ કૃષ્ણનગરની પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.
સરકાર દ્વારા અને વડાપ્રધાન મોદીજી દ્વારા ફરજીયાત પણે માસ્ક પહેરવાનું અને બે ગજની દુરી રાખવાનું જણાવામાં આવ્યું હતું છતાં પણ સરકારી કચેરીઓમાં જ સરકારી બાબુઓ દ્વારા કોરોના ગાઈડલાઈન નું પાલન કરવામાં નથી આવતું, સરકારી કચેરીઓમાં આવા બેદરકારી ભર્યા વર્તનના કારણે જ કોરોના ને હરાવવામાં અસફળતા મળે છે.