અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ શહેર અને જિલ્લાના અસારવા અને વિરમગામ સહીતના રેલ્વે સ્ટેશનોના નવીનીકરણ થઈ રહ્યા છે.
પશ્ચિમ રેલવેના આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં અમદાવાદ મંડળના કુલ ૧૬ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ અને અમદાવાદ જિલ્લાના અસારવા,
મણિનગર, ચાંદલોડિયા, વટવા અને વિરમગામ સ્ટેશનનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના સ્ટેશનના અંદાજિત ખર્ચની વાત કરીએ તો અસારવા 25 કરોડ 32 લાખ, મણિનગર 10 કરોડ 26 લાખ ચાંદલોડિયા (A+B) 48
કરોડ 18 લાખ, વટવા 29 કરોડ 63 લાખ, વિરમગામ 39 કરોડ 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને ટ્રાન્સફોર્મેશન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87
સ્ટેશનો ગુજરાતમાં,16 સ્ટેશન મહારાષ્ટ્રમાં, 15 સ્ટેશન મધ્યપ્રદેશમાં અને 2 સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં નવનિર્માણ પામશે. ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્મિત કરવામાં આવી
રહ્યા છે, તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અસારવા, પાલનપુર, કલોલ, નવા ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર, વિરમગામ અને ધ્રાંગધ્રા સ્ટેશનનોના નવીનિકરણ થશે.