August 13, 2026
ગુજરાતઅપરાધ

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

અમદાવાદના ગેલેક્સી અંદરબ્રિજ તરફ થી જતા કોતરપુર રોડ પાસે પોલીસ પોઇન્ટ થી પ્રજા અને નાના નાના વહેપારીઓ ખૂબ ત્રસ્ત છે ત્યાંથી રોજ નીકળતા વહેપારીઓ અનુસાર આ પોઇન્ટ ઉપર પોલીસ વાળા નાના નાના વેપારીઓ પાસેથી પણ માલ સામાન લઇ જતા રોકી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને હપ્તો ઉઘરવામાં આવે છે અહીંથી છારાનગરમાં દારૂ ભરેલી ગાડીઓ નીકળી જાય છે પણ નાના વહેપારીઓ ને જ પકડવામાં આવતા હોય છે શાકભાજી ભરેલી રીક્ષા ઓને રોકીને ચેકિંગના બહાને રોજ હેરાન પરેશાન કરવામાં આવે છે.

કોતરપુર પાસેથી સોમવારે સવારે વાહન પર પસાર થતા યુવકને માસ્ક બાબતે પોલીસે રોકી માથાકૂટ કરી હતી. જોકે આ દરમિયાન પોલીસ ઉશ્કેરાઈ અને યુવકની સાથે ઝપાઝપી કરી હતી. રસ્તે જતા લોકો આ જોઈ ઉશ્કેરાયા અને પોલીસને ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસ જીપમાં બે પોલીસ કર્મીઓ પુરાઈ ગયા અને ભાગી ગયા હતા. લોકોએ વધુ હોબાળો કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે એરપોર્ટ પીઆઈએ જણાવ્યું હતું કે, જેની સાથે મારમારી થઈ હતી તેની ફરિયાદ લેવાઈ રહી છે. જોકે પોલીસ કર્મી દારૂ પીધેલા હતા કે કેમ તે અંગે મેડિકલ તપાસ કરાવીશું.

ધારાસભ્ય વચ્ચે બોલતા તેમના પરજ અમૂકલોકોએ લગાવ્યો આરોપ

આ મામલાની ખબર પડતાં નરોડા વિધાનસભાના એમ.એલ.એ. બલરામ થાવાણી વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો પરંતુ, આ પીધેલા પોલીસ વાળા છે. ત્યારે ધારાસભ્ય બલરામ બોલ્યા કે, ચાર બીજા પીધેલા હતા.  * દારૂ પીધેલા છે અને ડ્યુટી કરો છો. ફોટો કાઢો…તેવામાં ટોળામાં અન્ય વ્યક્તિ બોલ્યો બલરામ ભાઈ દારૂ પીધેલા હતા.

પોલીસ કર્મીઓ પીધેલા હતા ધારાસભ્ય અને અન્ય લોકોની ફરિયાદ ધ્યાને લઇ તેમના સામે ફરિયાદ થઈ તો બીજેપીના ધારાસભ્ય બલરામ થાવાણી પણ પોલીસને ગાળો બોલતા વિડીયોમાં દેખાયા  હતા.

જેને પગલે તેમની સામે પણ ફરિયાદ થશે તેવી ચર્ચા ચાલી રહી  છે જોકે આ અંગે પણ સિનિયર અધિકારીઓ ને પૂછતાં તેવો પણ આ બાબત પર કઇ બોલવા તૈયાર નથી.

Related posts

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

સુરત: રૂ. 63 હજાર પગાર ધરાવતો IT વિભાગનો સ્ટેનોગ્રાફર રૂ.2500ની લાંચ લેતા ઝડપાયો

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો