અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી હતી .હોસ્પિટલમાં આગની આ ઘટનાએ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો ,એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે એસી ડકમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તો અહીં આઇસીયૂમાં દાખલ કરાયેલા દર્દીઓને તાત્કાલીક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા..જો કે એસવીપી હોસ્પિટલમાં આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે…હાલમાં ત્રીજા માળે આઇસીયૂમાં લાગેલી આગના કારણે આઇસીયૂમાં દાખલ દર્દીઓને હાલમાં અન્ય વોર્ડમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે..પરંતુ એસવીપીમાં લાગેલી આગે વીઆઇપી ગણાતી આ હોસ્પિટલની સુરક્ષા અને સલામતી સામે ચોક્કસપણે સવાલો સર્જી દીધા છે.
અમદાવાદ શહેરની SVP હોસ્પિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. SVP હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી છે. શરૂઆતી અહેવાલ અનુસાર વેન્ટીલેટર જેવા મોટા મશીનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે