September 23, 2026
ગુજરાતઅપરાધ

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના અને વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા છે. આ આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદ પાસેથી ઝડપી પાડયા છે.આરોપીઓ બ્‍લાસ્‍ટ કર્યા બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા.


આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્‍યા હતા. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસએ અબૂ બકર, યુસૂફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીને ઝડપી પાડયા છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, આ લોકો અમદાવાદમાં રહી રહ્યા છે. નેશનલની એજન્‍સીઓ પણ આમની પર નજર નાંખીને બેઠી હતી.     એજન્‍સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલતા રહેતા હતા. આ લોકોએ પાસપોર્ટ પર નામ સરનામું બધું નકલી હતું. આ લોકોની પહેલા ખરાઇ કરવામાં આવી જે બાદ જાણ થઇ કે, આ લોકો ૧૯૯૩ બ્‍લાસ્‍ટના આરોપીઓ જ છે.

અબૂ બરકરનું નામ દાઉદના મુખ્‍ય માણસોમાં લેવાય છે. મુંબઇ બ્‍લાસ્‍ટ પહેલા પણ મિટિંગ દાઉદના મુંબઇના ઘરે અને અબૂ બકરની હાજરીમાં કરવામાં આવી હતી.

૧ર માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇ બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા હતા. વર્ષ ૧૯૯૩, તારીખ ૧ર માર્ચ, દિવસ શુક્રવાર, મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્‍યે જ ભૂંસી શકાય છે. આ દિવસે આર્થિક રાજધાની મુંબઇમાં અનુક્રમે એક-બે નહીં, પરંતુ ૧ર સીરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટને આતંકવાદીઓએ અંજામ આપ્‍યો હતો. આ બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં રપ૦ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો હતો અને ૮૦૦થી વધારે લોકો ગંભીર રીતથી ઇજાગ્રસ્‍ત થયા હતા.

Related posts

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

અમદાવાદ: ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, થલતેજમાં 30 વર્ષથી થયેલા ગેરકાયદેસરના દબાણ દૂર કરાયા!

Ahmedabad Samay

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

Ahmedabad Samay

અમદાવાદ: આખરે NHAIએ બંધ કરી જ દીધો વિશાલા પીરાણા બ્રિજ

Ahmedabad Samay

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો