September 21, 2026
ગુજરાત

સતત બે પેઢીમાં થયું વારસાગત કોલોરેક્ટલ(મોટા આંતરડા) કેન્સર – જીસીએસ હોસ્પિટલમાં વિના મુલ્યે થઇ સફળ સર્જરી

કેન્સર એક એવી બીમારી છે, જે વારસાગત આવી શકે છે. અને કેન્સર થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો છે. પરંતુ તમારા કુટુંબમાં કેન્સર છે તો એ તમને પણ થઈ શકે છે, કારણ કે આ એક જિનેટિક બીમારી પણ છે. શ્રી કાંતિભાઈ સોલંકી (ઉં.વ. 46) પેટમાં દુખાવો, લોહીની ઉણપ અને પચવાની સમસ્યા સાથે જીસીએસ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા.

ડો. રસેશ સોલંકી દ્વારા વિવિધ તપાસ અને બીમારીનો સચોટ તાગ મેળવવા સીટી સ્કેન કર્યા પછી મોટા આંતરડાનું કેન્સરનું નિદાન કરવામાં આવ્યું. તેમની ફેમિલીની મેડિકલ હિસ્ટરી લેતા જાણવા મળ્યું કે તેમના પિતાને પણ કેન્સર હતું તેમજ કાકા અને પિતરાઈ ભાઈને પણ આંતરડાનું કેન્સર હતું જેની સર્જરી જીસીએસ હોસ્પિટલમાં જ કરવામાં આવી હતી. દર્દી કાંતિભાઈની પણ સફળ સર્જરી આયુષ્માન યોજના હેઠળ જીસીએસ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવી હતી જેમાં ખુબ જ નાના ચીરા દ્વારા – દૂરબીન પદ્ધતિ (લેપેરોસ્કોપિક-keyhole) થી ઓપેરશન પણ કરવામાં આવ્યું અને ઓપરેશનના પાંચમા દિવસે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ્ય છે.અત્રે ઉલ્લેખનીય છે કે કેન્સર વારસાગત છે એ ખુબ ઓછા લોકોને જાણ હોય છે અને અવગણનામાં લોકો તપાસ કરાવવાની ચુકી જાય છે અને છેલ્લા સ્ટેજમાં બીમારીનું ખબર પડે ત્યારે ઘણું મોડું થઇ ચુક્યુ હોય છે. વારસાગત કેન્સર નાની વયે પણ થઇ શકે છે. તેથી જ પરિવારમાં કેન્સરની હિસ્ટ્રી હોય તો સમયસર તપાસ કરાવતા રહેવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને આંતરડાના કેન્સરની ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોમાં સમયસર કોલોનોસ્કોપી તપાસથી કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જ નિદાન કરી શકાય છે અને સારવાર આપી શકાય છે.

વારસાગત કોલોરેક્ટલ (મોટા આંતરડા) કેન્સર વિશે જાણીએ ડો. રસેશ સોલંકી પાસેથી

વારસાગત મોટા આંતરડાનું કેન્સર શું છે?
• આ એક પ્રકારનું કેન્સર છે જે આંતરડામાં જોવા મળે છે અને આગળની બે પેઢીઓમાં પણ જોવા મળી શકે છે.
• લોહીના સંબંધોમાં ખાસ જોવા મળે છે, જેવા કે પિતા-પુત્ર, ભાઈ-બેન, માતા – પુત્રી
• 20% આંતરડાના કેન્સર વારસાગત હોય છે
• જેમાંથી 7% કેન્સર, આંતરડા સિવાયના અંગોમાં જોવા મળે છે જેવા કે, ગર્ભાશય, પ્રોસ્ટેટ, સ્તન, મગજ, મૂત્રમાર્ગ અને ચામડી
• નાની ઉંમરમાં પણ જોવા મળે છે.

ક્યારે તપાસ કરાવવી?

• નાની વયની ઉંમરમાં કોઈ પરિવારજનનું આંતરડાના કેન્સરનું નિદાન થયું હોય
• અચાનક વજન ઉતરી જવું
• મળમાં લોહી પડવું
• કબજિયાત અંથવા પેટમાં દુખાવો
• આ ચિહ્નો બીજા રોગોનાં પણ હોઈ શકે છે, પરંતુ એવી ગફલતમાં ન રહેવું અને નિષ્ણાત ડોક્ટરને મળીને તપાસ ચોક્કસ કરાવી લેવી.

તપાસની પદ્ધતિઓ:
• બાયોપ્સી, એન્ડોસ્કોપી અને ડીએનએ ની ચોક્કસ તપાસ દ્વારા ખબર પડે છે કે આ વ્યક્તિ પર આંતરડાનું કે અન્ય કોઈ કેન્સર થવાનું રિસ્ક કેટલું છે

Related posts

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો