July 21, 2026
ગુજરાત

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે સાતેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક ખુબ વીસ જેટલો પહોંચ્યો છે. વધુ મા બચાવ કામગીરી ચાલુ છે. હાલ સરકારી દવાખાને લોકો ના ટોળા ઉમટ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે.
તેમણે મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે.  મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

Related posts

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

બપોર સુધી મતદાન રહ્યું સારું, દિગજ નેતાઓએ કર્યું મતદાન, ઘણી જગ્યાઓએ EVM બગડ્યા

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન  બનતા અટકાવવાનું નિવેદન આપી રાજકારણ ગરમાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો