September 21, 2026
ગુજરાત

ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા(GSEB)  28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે ..અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં cctv દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 348 cctv કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.

રાજ્યમાં 28 માર્ચને સોમવારનના રોજ બોર્ડની પરીક્ષા શરૂ થાય છે તેના એક દિવસ પૂર્વે 27 માર્ચ રવિવારના રોજ વનરક્ષકની પરીક્ષા છે. તેમજ આ પરીક્ષા પુર્ણ થાય તે પછી તમામ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ જાય અને વિદ્યાર્થીઓના રોલ નંબર પણ લખવા સૂચના આપવામાં આવી છે . જેથી રવિવારે  સાંજે 4થી 6 વાગ્યા સુધી વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.

Related posts

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

Ahmedabad Samay

40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો