September 21, 2026
ગુજરાત

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

હવે જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 50 ટકા કે વધુમાં વધુ 150 લોકોને મંજૂરી અપાઈ છે જયારે રાત્રી કર્ફ્યુ પણ સવારે 6 વાગ્યા સુધી લંબાવાયો  છે

તમામ પ્રકારના રાજકીય,સામાજિક,શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં 150 લોકો અને બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા અથવા મહત્તમ 150 લોકોને મંજૂરી અપાઈ છે

આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે
રાજ્ય સરકાર દ્વારા કોરોના  સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે

Related posts

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો