કેટલાક તોફાની યુવકો દ્વારા ચોક બજાર વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પત્થરમારો કરી ભયનું વાતાવરણ ફેલાવા સાથે ભાવિકોમાં ભયનું લખલખું પ્રસરવનાર તત્વો સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પીસીબી, ડીસીબી અને એસઓજીનાં ૧૦૦ લોકોના કાફલા સાથે મેદાને પડયા.
રીઢા ગુનેગારો વિરૂદ્ધ જંગ માંડનાર અનુપમસિંહ ગેહલોત કે જેમણે રાજકોટના કાર્યકાળ દરમિયાન પોલીસ પણ જેમનાથી સાચવી રહેતી તેવા તમામની એક સાથે આગવી ઢબે સરભરા કરતા આખા રાજકોટની ગુંડા આલમમાં આ આઇપીએસ અલગ પ્રકારના છે તેવો અહેસાસ સારી રીતે થયેલ, એ સમયે મહત્વની બ્રાન્ચમાં રહેવાની એક શરત એ હતી કે આવા ગુનેગારોને પોલીસ આવા બનાવ બને ત્યારે સારી રીતે ભાન કરાવવું.
સુરતમાં છેલ્લા બે દિવસથી એક જ કામ ચાલ્યું અને તે કામ અપરાધીઓને ઓળખી તેમની ખો ભૂલાવવનું, આવા તત્વો જયા છુપાયા હતા તેવા સ્થળે પોલીસ દરવાજા ન ખુલતા લોકોની માંગણી મુજબ દરવાજા તોડી અંદર પ્રવેશી ઉપાડી લીધા, કેટલાંય નાની ઉંમરના હતા તેમના વાલીઓની ભૂમિકા હોવાની માહિતી મળતાં તેમની સામે ગુન્હા દાખલ થયા, આમ પોલિસે ખરા અર્થમાં પગલાંઓ લેતા લોકોમાં પણ સંતોષની લાગણી સાથે બધું ભૂલી લોકો તહેવાર ઉજવવા લાગયા.
આ વિસ્તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદે દબાણો થયેલા, પણ કોઈ તેને હટાવવાની હિંમત કરતું નહિ, આ ઘટના બાદ પોલીસ કમિશ્નરને હવે લાગ્યું કે પગલાંઓ લેવાનો સમય થયેલ છે, કેટલીક ચર્ચાઓ કરી અને કોર્પોરેશન સાથે રહી પોલીસ સાથે રહી બુલ ડોઝર ફેરવતા લોકોએ આનંદની ચિચિયારી કરી મૂકી.