દિલ્હીના સીએમ કેજરીવાલ અને અને સાંસદ સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલીક સુનાવણીની માગ હોવાથી સુનાવણી થાય તેવી શક્યતા છે. પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના માનહાનિના કેસ મામલે વચગાળાની રાહત માટે સીએમ કેજરીવાલે કેસની તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માગ કરી છે.
સેશન્સ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વચગાળાની રાહત આપવામાં નથી આવી. સમન્સ પર વચગાળાચના હુકમથી રોકની માગ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે સેશન્સ કોર્ટના નિર્ણય સામે આ મામલે હાઈકોર્ટની અંદર રજૂઆત કરવામાં આવશે. અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 11 ઓગસ્ટના રોજ હાજર થવા મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ પાઠવી દીધું છે. આ મામલે સમન્સને પડકારતી અરજીમાં રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો.
પીએમની ડીગ્રીના મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પણ આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીએ કહ્યું છે કે તેમના માટે આવું કરવું ફરજિયાત ન હતું, પરંતુ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એવી વાતો કરી હતી જેનાથી યુનિવર્સિટીની ઈમેજને ઠેસ પહોંચી છે. જેથી આ મામલે યુનિવર્સિટીએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ થયો છે. જેથી અગાઉ સમન્સ પણ કોર્ટ દ્વારા પાઠવવામાં આવ્યું હતું.