August 7, 2026
ગુજરાતજીવનશૈલીતાજા સમાચારદેશ

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

“સરકારી તેલ કંપનીઓએ આજે સવારે LPG સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ૧ નવેમ્‍બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં રૂ. ૧૧૫નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્‍હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ૬ જુલાઈ, ૨૦૨૨થી ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્‍ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ૧ નવેમ્‍બરથી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર ૧૧૫.૫૦ રૂપિયા સસ્‍તું થયું છે. નવી કિંમત ૧૯ કિગ્રા વજનવાળા સિલિન્‍ડર પર લાગુ થશે, જયારે ૧૪.૨ કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમત સ્‍થિર છે.

સરકારી ઓઈલ કંપનીઓ જુલાઈથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે અને આ સતત પાંચમો મહિનો છે જયારે તેના દરમાં ઘટાડો થયો છે. તાજેતરના ઘટાડા બાદ રાજધાની દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત ઘટીને ૧,૭૪૪ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર મુંબઈમાં ૧,૬૯૬ રૂપિયા, કોલકાતામાં ૧,૮૪૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૮૯૩ રૂપિયા પર પહોંચી ગયો છે.

અગાઉ, સરકારી ઓઇલ કંપનીઓએ જુલાઇમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના દરમાં રૂ. ૮.૫૦, ઓગસ્‍ટમાં રૂ. ૩૬, સપ્‍ટેમ્‍બરમાં રૂ.૯૧.૫૦ અને ઓક્‍ટોબરમાં રૂ.૨૫.૫૦નો ઘટાડો કર્યો હતો. આ રીતે, છેલ્લા પાંચ મહિનાની આ સૌથી મોટો ઘટાડો પણ છે. ઓઈલ કંપનીઓએ છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૨૫૭ રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. તેનાથી રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Related posts

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

જાન્યુઆરી ૨૦૨૬માં ભારતનો છૂટક ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો છે. જાણો શુ થશે તેની અસર

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો