June 22, 2026
તાજા સમાચારદેશરાજકારણ

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

ટૂંક સમયમાં જ ટાટા ગ્રુપના રિટેલ સ્‍ટોર્સમાં આઈફોન મળશે. ટાટા ગ્રુપની માલિકીની ઈન્‍ફિનિટી રિટેલ  સમગ્ર દેશમાં ૧૦૦ રિટેલ સ્‍ટોર્સ ખોલવાની યોજના બનાવી રહી છે. આ સ્‍ટોર્સમાં માત્ર એપલની પ્રોડક્‍ટ્‍સ જ વેચવામાં આવશે. મામલા સાથે જોડાયેલા બે લોકોએ ઈકોનોમિક ટાઈમ્‍સને આ જાણકારી આપી છે. ટાટા ગ્રુપ નવેમ્‍બરમાં આઈફોન મેન્‍યુફેક્‍ચરિંગ વિસ્‍ટ્રોનની ભારતમાં સ્‍થિતિ એકમાત્ર ફેક્‍ટરીને ૫,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાની વાતચીત કરી રહ્યું હતું. જો કર્ણાટક સ્‍થિત આ ફેક્‍ટરીને ખરીદવાનો સોદો નિષ્‍ફળ રહ્યો છે, તો ટાટા તાઈવાનની વિસ્‍ટ્રોન સાથે જોઈન્‍ટ વેન્‍ચર કરી શકે છે.

વિસ્‍ટ્રોન ભારતમાં આઈફોનના ટોપ વેન્‍ડર્સમાંથી એક છે. ઈન્‍ફિનિટી રિટેલ દેશભરમાં ક્રોમા સ્‍ટોર્સની ચેઈન પણ ચલાવે છે. એપલે પણ કહ્યું છે કે, તે સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર યોજના તૈયાર થઈ નથી. જોકે, જો આઈફોન નિર્માતા પોતાની યોજનામાં સફળ રહે છે, તો તેનાથી દેશમાં એપલની પહોંચ વધશે. રિપોર્ટસ મુજબ, ટાટા-એપલની ભાગીદારીવાળો પહેલો સ્‍ટોર મુંબઈમાં ખુલશે.

ભારતમાં એપલના ૩ મુખ્‍ય વેન્‍ડર ફોક્‍સકોન, વિસ્‍ટ્રોન અને પેગાટ્રોન છે. આ મહિનાની શરૂઆતમાં એપલે કહ્યું હતું કે, તેણે ભારતમાં આઈફોન-૧૪ને એસેમ્‍બલ કરવા માટે એક બીજા મન્‍યુફેક્‍ચરરની સાથે કોન્‍ટ્રાક્‍ટ સાઈન કર્યો છે. તેણે તાઈવાની કંપની પેગાટ્રોનની સાથે કોન્‍ટ્રાક્‍ટ કર્યો છે. તેનાથી પેગાટ્રોન ફોક્‍સકોન પછી ભારતમાં આઈફોન-૧૪નું એસેમ્‍બલિંગ શરૂ કરવાનું એપલનું બીજું સપ્‍લાયર બની ગયું છે. તેના યુનિટ્‍સ તમિળનાડુમાં છે અને તેનાથી ૭ હજાર લોકોને રોજગારી મળી રહી છે.

વિસ્‍ટ્રોન દ્વારા કર્ણાટકમાં પણ આઈફોન એસેમ્‍બલ કરવામાં આવી રહ્યો છે. જણાવાઈ રહ્યું છે કે, વિસ્‍ટ્રોન કર્ણાટકમાં સ્‍થિત પોતાની મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટ વેચવા માટે ટાટા ગ્રુપની સાથે વાતચીત કરી રહ્યું છે. ગત મહિને પબ્‍લિશ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આ ડીલ ૪,૦૦૦ કરોડથી ૫,૦૦૦ કરોડ રૂપિયાની વચ્‍ચે હોઈ શકે છે.

દુનિયાભરમાં આઈફોનની અછત છે. આઈફોન-૧૪ સિરીઝ લોન્‍ચ થયા પછી તેની ડિમાન્‍ડ વધી ગઈ છે. આઈફોનનો સપ્‍લાય એ કારણે પણ ઓછો છે, કેમકે ચીનમાં કડક કોરોના પ્રતિબંધોને પગલે આઈફોન એસેમ્‍બલ કરનારા યુનિટ્‍સ પ્રભાવિત થયા છે. ચીનમાં ઝીરો કોવિડ પોલિસીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. તેનાથી ચીનમાં એપલનનું એક મોટું એસેમ્‍બલિંગ યુનિટ બંધ થઈ ગયું છે. તે દુનિયાભરમાં કંપનીની સૌથી મોટી ફેક્‍ટરી હતી.

Related posts

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો