September 22, 2026
ગુજરાતઅપરાધ

ગાંધીનગર: ઘરકામ બાબતે ઠપકો આપ્યો તો 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું!

ગાંધીનગરમાં માતા-પિતાએ ઘરકામ બાબતે 19 વર્ષીય પુત્રીને ઠપકો આપતા મનમાં લાગી આવતા યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ બૂમાબૂમ કરતા પાડોશીઓ આવ્યા હતા

માહિતી મુજબ, ગાંધીનગરના કોલવડા ગામમાં આવેલા ચામુંડા વાસમાં રહેતા અને પાણીના ટેન્કરનો વ્યવસાય કરતા કરણસિંહ ઠાકોરની 19 વર્ષીય દીકરી આનંદીને ઘરકામમાં મન લાગતું નહોતું. આનંદીના સગપણની વાત ચાલતી હોવાથી માતા-પિતા તેને ઘરકામ કરવા માટે વારંવાર કહેતા અને ઠપકો આપતા હતા. દરમિયાન કરણસિંહને કોઈ કામ હોવાથી તેઓ બહાર ગયા હતા. ત્યારે ઘરે આનંદી અને તેની માતા સાથે હતી. ત્યારે આનંદી બીજા રૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, માતા જોઈ જતા બૂમાબૂમ કરી હતી. આથી પાડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

પાડોશીઓએ આનંદીને નીચે ઉતારી હતી અને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. પિતાને આ વાતની જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે આનંદીની સારવાર શરૂ કરી હતી. પરંતુ, સારવાર દરમિયાન આનંદીનું મોત નીપજ્યું હતું. આ અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

કચ્છ રણોત્સવનો જાદુ: 10.41 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, રૂ.14.24 કરોડનો વેપાર ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે મોટી સફળતા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો