દેશની રાજધાની દિલ્હીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવવામાં આવી છે. શહેરના શકુર બસ્તી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર માનસિક શાંતિ મળે તે માટે બેઠી હતી, અને ત્રણ લોકો તેને બળજબરીથી ખેંચીને સ્ટેશન પર જ કોઈ આવી જાય તેવી જગ્યા પર લઈ ગયા અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો, આ ગુરુવાર રાતની ઘટના છે.
યુવતી રેલવે સ્ટેશનની નજીકમાં જ પોતાના પરિવાર સાથે રહે છે, પોતાના પરિવાર સાથે થયેલી તકરાર બાદ આ યુવતી ગુરુવારે ઘરેથી નીકળી ગઈ હતી અને આ પછી તે રેલવે સ્ટેશન પર જઈને બેસી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે સ્ટેશન પર યુવતીને એકલી બેઠેલી જોઈ હતી. આ પછી તેમણે યુવતીને ખોટી રીતે સ્પર્શવા લાગ્યા હતા, બળજબરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો,પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે વધુ તપાસ હાથ ધરી છે.