August 8, 2026
જીવનશૈલીતાજા સમાચાર

પાણી પુરી ખાવા વાળા માટે ખાસ સમાચાર,સ્વાસ્થ માટે છે લાભદાયી પણ તેના ગેરફાયદા વાંચીને પકોડી ખાવાની છોડીન દેતા

પાણીપુરી  આપના સ્વાસ્થ્ય માટે  ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એક્સપર્ટ અનુસાર 6 પાણીપુરી ખાવાથી આપનું વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેને ખાવાથી આપને ખૂબ કેલરી મળે છે અને આપનું પેટ લાંબ સમય સુધી ભરેલું રહે છે. તેનાથી આપ વધારે ખાવાનું ખાવાથી દૂર રહેશો. પાણી પુરી ખાવાની સાથે સાથે વર્કઆઉટ અને રોજ ફરવા પણ જઈ શકશો.

મોમાં પડેલા ચાંદાને દૂર કરવા માગો છો, તો પાણીપુરી ખૂબ કામમાં આવશે. કેમ કે, પાણી પુરીના પાણીમાં આવતા જલઝીરામાં તીખાશ અને ફુદીના અથવા ખટાશથી ચાંદા દૂર કરવામાં મદદ મળશે. જો કે, તેને વધારે માત્રામાં ખાવી જોઈએ નહીં.

પાણીપુરી ખાવાના ફાયદામાં એસિડિટી પણ છે. જેનાથી છૂટકારો મેળવી શકાય છે. પાણીપુરીની સાથે જલઝીરામાં ફુદીના, કાચ્ચી કેરી, મીઠુ, પિસાયેલું જીરુ અને સાધારણ મીઠાનું મિશ્રણ હોય છે. આ તમામ મિશ્રણ લેવાથી થોડા સમયમાં જ એસિડિટીથી છૂટકારો મળી જાય છે.

નોર્મલ મીઠાની જગ્યાએ આપ બ્લેક સોલ્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત તે આપના મૂડને પણ રિફ્રેશ કરવામાં મદદ કરશે. ગરમીના દિવસો બાદ મોટા ભાગે લોકો ખૂબ પરેશાન રહે છે. આ દરમિયાન ચિડીયાપણું અને વધારે પાણી પિવાની ઈચ્છા થતી હોય છે. જો આપ ઘરમાં બનેલી પાણીપુરી ખાશો તો આપને એકદમ રિફ્રેશ અનુભવશો.

પાણીપુરીના પાણીમાં ફુદીના, જીરું અને હીંગ ભેળવેલી હોય છે. તેનાથી પાચનમાં મદદ મળશે. તો વળી ધાણાના પાનનો ઉપયોગ કરવાથી આપને સોજો ઓછો કરવામાં મદદ મળશે. હીંગ પીરિયડ્સ દરમિયાન રાહત આપશે. જીરું પાચનમાં મદદ કરશે અને મોંની દુર્ગંધ દૂર કરશે. ફુદીના અથવા ફુદીનાના પાન એન્ટીઓક્સિડેંટથી ભરેલા હોય છે. દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.

પાણીપુરી ખાવાના  નુકસાન.

વધારે પડતી પાણીપુરી ખાવાથી ડાયરિયા, ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા, કોલેરા, અલ્સર, પાચન ક્રિયામાં ગરબડ, પેટમાં દુખાવો, આંતરડામાં સોજો જેવી સમસ્યા આવી શકે છે.  હકીકતમાં જોઈએ તો, પાણીપુરીના પાણીમાં વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. આ ઉપરાંત પાણીપુરી તળવામાં ઘણીવાર એકનું એક તેલ ઉપયોગ થતું હોવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે

Related posts

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

આ પાનને પાણીમાં ઉકાળીને પીવાથી થાય છે અસંખ્ય ફાયદા, જાણો નામ

Ahmedabad Samay

નિકોલ વિસ્તારના સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, ખુરશીમાં બેસવા બાબતે પરિવાર પર કર્યો હુમલો

Ahmedabad Samay

રાજકોટ: રખડતાં ઢોર મામલે પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને…

Ahmedabad Samay

કાન દર્દથી જીવન હરામ થઈ ગયું છે? આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા તમને ઝડપથી રાહત મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો