રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. તેનું કારણ છે ચક્રવાત બિપરજોય, કે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ લાવશે. વાવાઝોડું આગળ વધતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. તેને જોતા માછીમારો અને ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર છે. આગામી 48 કલાક દરમિયાન તે ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આગામી 72 કલાકમાં તે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ચક્રવાત બિપરજોય ગુજરાત માટે ખતરા સમાન છે. સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર નંબર 1 સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જો કે, હવામાન વિભાગે પણ ગુજરાતમાં ચક્રવાત પર નજર રાખવાનું શરૂ કર્યું છે.
દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયના આગળ વધવાના પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર વન સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત બિપરજોય હાલમાં ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર છે. હવામાન વિભાગે તેની હિલચાલ ઉત્તર તરફની આગાહી કરી છે.
ગુજરાતના હવામાન વિભાગ મુજબ બિપરજોય નામનું આ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર છે. ચક્રવાતની દિશા બદલાય તો તેને ટાળી શકાય છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં દૂર સુધી ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાના અંદાજમાં જણાવ્યું છે કે ગુજરાત પર તોફાનનો ખતરો છે. વર્ષ 2023માં વધુ તોફાનો આવશે. આ વર્ષ તોફાનોથી ભરેલું રહેવાની આગાહી તેમણે નક્ષત્રોને આધારે કરી છે.