August 8, 2026
તાજા સમાચારદુનિયાદેશ

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વઘી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસથી ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. આ વખતે કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-૧૯થી મળતકોની સંખ્‍યા એક સપ્તાહમાં જ લગભગ બમણી થઈ ગઈ છે.

બ્રિટન સરકારના તાજા આંકડા પ્રમાણે, એક સપ્તાહમાં ૧૦૧ લોકોના કોવિડ-૧૯થી મોત થયા હતા. ડેથ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી હતી. જે ગત સપ્તાહ કરતાં ૬૫ ટકા વધારે હતી. આ પહેલા જાન્‍યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૧૧ લોકોના મોત થયા હતા. અચાનક કોરોના કેસ અને મળત્‍યુમાં થઈ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી ગઈ છે.

હેલ્‍થ એક્‍સપર્ટ અનુસાર, ઓમિક્રોનનો સબ વેરિઅન્‍ટ જેએન.૧ આ પાછળ જવાબદાર છે. આ વેરિઅન્‍ટ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે અને મુખ્‍ય સ્‍ટ્રેન બની ગયો છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ અને હૉસ્‍પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્‍યા વધી છે.

 એશિયાના અનેક દેશોમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. સિંગાપુરમાં કોરોનાના કેસ ૧૧,૧૦૦થી વધીને ૧૪,૨૦૦ પર પહોંચી ગયા છે. હોસ્‍પિટલમાં દાખલ થનારા દર્દીની સરેરાશ સંખ્‍યા પણ ૧૦૨થી વધીને ૧૩૩ પર પહોંચી છે. થાઈલેન્‍ડમાં કોરોના કેસ ૩૩,૦૦૦ને પાર થઈ ગયા છે. સરકારે નાગરિકોને બૂસ્‍ટર ડોઝ લેવાની અપીલ કરી છે.

હાલ કોરોનાના વધી રહેલા કેસને લઈ ગભરાવાની જરૂર નથી પરંતુ વાયરસના નવા રૂપ અને ઝડપથી વધતા કેસને લઈ સતર્ક રહેવાની જરૂર છે. હેલ્‍થ એજન્‍સીઓ સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂર હોય તો માસ્‍ક, હાથ ધોવા અને ભીડથી બચવા જેવી સાવધાની રાખવા જણાવી રહી છે.(૩૮.૭)

Related posts

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાન પર થયેલા અત્યાચારની આગ દિલ્હી થી કોલકત્તા અને સમગ્ર ભારતમાં ભડકી

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

Ahmedabad Samay

વધતા જતા પ્રદૂષણના કારણે દિલ્હીમાં લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો