June 22, 2026
ગુજરાતઅપરાધ

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

સુરતમાં ઓલપાડના કરમાળા ગામની હદમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. આ વિસ્તારમાં દારુનું મોટું કન્ટેનર વિજિલન્સ ટીમને હાથ લાગ્યું છે. 21 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાતા સૌ કોઈ દારુબંધીના રાજ્ય ગુજરાતમાં ચોંકી ઉઠ્યા છે. એક સાથે આટલો મોટો જથ્થો દારુનો સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. ત્રણની અટકાયત થઈ હોવાથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. દારુ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો ક્યાં લઈ જવામાં આવતો હતો એ તમામ બાબતે તપાસ હાથ ધરાશે.

સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેરસર ચાલતી પ્રોહિબિશન પ્રવૃત્તિઓ, દારુ, જુગાર વગેરે મામલે કડકાઈ દાખવવામાં આવી રહી છે ત્યારે વધુ કાર્યવાહી કરતા સુરતમાંથી મોટું દારુનું કેન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતમાં ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમ ત્રાટકતા 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સાથે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર સુરતમાં ઓલપાડના કરમાળા ગામની હદમાંથી આ કન્ટેનર ઝડપાયું છે. બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. માહિતીના આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનરની વિગતો મળી હોવાથી આ રેડ કરાતા મોટો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આ કન્ટેનરમાંથી રૂ.21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલમાં કન્ટેનરના ડ્રાઈવર સહિત 3 લોકોની ધરપકડ કરી ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

અમદાવાદ: ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, થલતેજમાં 30 વર્ષથી થયેલા ગેરકાયદેસરના દબાણ દૂર કરાયા!

Ahmedabad Samay

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો