October 10, 2026
રમતગમત

અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન…

અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન…

અદાણી ફાઉન્ડેશન, દહેજ છેલ્લા ત્રણ વર્ષથી વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. આ વર્ષે પણ વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં અને આદિવાસી બહુલ । એવા નેત્રંગ તાલુકામાં વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને બ્લોક કૉ- ઓર્ડિનેટરના સહયોગથી પ્રથમ વખત નેત્રંગ તાલુકાના જૂનીજામુની પ્રાથમિક શાળાના મેદાન ઉપર યોજાયેલી વોલીબોલ ટૂર્નામેન્ટમાં તાલુકાની છોકરા અને છોકરીઓની ૩૦ ટીમએ ભાગ લીધો હતો, જેમાં ૨૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
છોકરીઓની ફાઇનલ મેચ વનબુટા । અને હાથાકુંડી પ્રાથમિક શાળા વચ્ચે રમાઈ હતી જેમાં વનખુટા ગર્લ્સ ટીમ વિજેતા બની હતી. જ્યારે છોકરાઓની ફાઇનલ મેચ જુનીજામુની અને હાથાકુંડી વચ્ચે રમાઈ હતી, જેમાં જુનીજામુની પ્રાથમિક શાળાની ટીમે વિજેતા બની હતી. ફાઇનલમાં વિજેતા અને રનર્સઅપ ટ્રોફીની સાથે બેસ્ટ શૂટર અને બેસ્ટ ડિફેન્ડરના વ્યક્તિગત ઈનામ પણ અપાયા હતા.
આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલી ટૂર્નામેન્ટ આ વિસ્તારના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવું ભાગ લેનારી શાળાના શિક્ષકોએ જણાવ્યુ હતું. કારણકે આ વિસ્તારના બાળકો રમત-ગમત ક્ષેત્રે બહુ ઉત્સાહિત છે અને જેમને તક મળી છે એમણે સારા પરિણામ આપ્યા છે. આદિવાસી ક્ષેત્રના બાળકોને જો યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધી શકે છે. અદાણી ફાઉન્ડેશનનો હેતુ પણ આવા કાર્યો થકી સારા ખેલાડીને તક મળે તેમજ ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સ્પોર્ટ્સમાં આગળ આવે એ જ છે. રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આદિવાસી વિસ્તારોમા રમત-ગમત પ્રત્યે જાગૃતતા લાવી સારા ખેલાડી તૈયાર કરી એમની પ્રતિભાને આગળ લાવવા અદાણી ફાઉન્ડેશન પ્રતિબધ્ધ છે.

Related posts

શું અમદાવાદમાં રમાઈ રહેલી આજે ધોનીની આ અંતિમ અને યાદગાર મેચ હશે કે પછી મોસમ માહોલ બગાડશે

Ahmedabad Samay

૧૦ વિકેટથી પાકિસ્તાને ભારત પર જીત મેળવી

Ahmedabad Samay

સુમિત અંતિલે ભારત માટે જ્વેલિન થ્રોનામાં ત્રીજો મેડલ જીત્યો

Ahmedabad Samay

WTC Final: જાણો ફાઇનલ મેચના પાંચ દિવસ સુધી કેવું રહેશે ઓવલનું હવામાન, કેટલી દરરોજ વરસાદની શક્યતાઓ

Ahmedabad Samay

બાર એસો. દ્વારા વકીલો માટે આજથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Ahmedabad Samay

DC vs GT: ગુજરાત ટાઇટન્સની સતત બીજી જીત, દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો