September 21, 2026
તાજા સમાચારદેશરમતગમત

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવીને એશિયા કપ જીતવાનો પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

આ મેચમાં ભારતીય ખેલાડીઓએ એક પછી એક ગોલ કરીને વિરોધી ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારત તરફથી ઉદિતા દુહાન અને બ્યુટી ડુંગ ડુંગ એ બે-બે ગોલ કર્યા. આ ઉપરાંત, મુમતાઝ ખાન, સંગીતા કુમારી, નવનીત કૌર, લાલરેમસિયામી, થૌડમ સુમન દેવી, શર્મિલા દેવી અને રૂતાજા દાદાસો પિસલે પણ ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમ હાફ ટાઈમ સુધીમાં જ 5-0ની લીડ સાથે મજબૂત સ્થિતિમાં હતી.

ભારતનું લક્ષ્ય વર્લ્ડ કપ ક્વોલિફિકેશન
આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાંથી ટોચની 2 ટીમો સુપર 4 સ્ટેજ માટે ક્વોલિફાય થશે, અને સુપર 4 માંથી શ્રેષ્ઠ 2 ટીમો 14 સપ્ટેમ્બરે ફાઇનલ રમશે. આ એશિયા કપ જીતનાર ટીમ આગામી વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારા મહિલા વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પોતાની અનુભવી ગોલકીપર સવિતા પૂનિયા અને સ્ટાર ડ્રેગ ફ્લિકર દીપિકા વિના જ રમી રહી છે, કારણ કે બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે.

આ જીત સાથે, ભારતે ટૂર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી છે. ભારત હવે શનિવારે (6 સપ્ટેમ્બર) જાપાન સામે ટકરાશે, અને ત્યારબાદ પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં 8 સપ્ટેમ્બરે સિંગાપોરનો સામનો કરશે.

Related posts

કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની થઇ પુષ્ટિ, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર

Ahmedabad Samay

Sports: એશિયા કપ પહેલા ટીમને મળશે નવો કેપ્ટન! આ સ્ટાર ખેલાડીને ફરીથી સોંપવામાં આવશે જવાબદારી!

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલું ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

Ahmedabad Samay

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો