August 9, 2026
જીવનશૈલી

રેસિપી / હોળી પર, મહેમાનોને ખવડાવો આ ખાસ મીઠાઈ, 10 મિનિટમાં ઘરે જ બનાવો ‘ઇન્સ્ટન્ટ રસમલાઈ’

હોળીના તહેવારમાં લોકો હોળીની ઉજવણી કરવા એકબીજાના ઘરે જાય છે. ત્યારે જો તમે તમારા મહેમાનોને કંઇક અલગ બનાવીને ખવડાવવા માંગતા હોવ તો આજની ખાસ રેસીપી તમારા માટે છે. રસમલાઈ દરેકને ભાવે છે, ખાવામાં હળવી મીઠી અને સ્વાદમાં અદ્ભુત હોય છે. પરંતુ તમને લાગતું હશે કે તેને બનાવવું એ ખૂબ જ સખત મહેનત છે જેમાં સમય લાગશે. પરંતુ એવું નથી આવી રીતે રસમલાઈ તરત જ તૈયાર થઈ જશે. તમે તેને મિનિટોમાં ઘરે બનાવી શકો છો અને તમારા મહેમાનોને આશ્ચર્યચકિત કરી શકો છો. આ અદ્ભુત રસમલાઈ ખાધા પછી, દરેક ચોક્કસ તમને તેની રેસિપી માટે પૂછશે.

સામગ્રી:

  • દૂધ – 500 મિલી
  • બ્રેડ – 2 ટુકડાઓ
  • ડ્રાય ફ્રૂટ – 2 ચમચી
  • ખાંડ – 1/4 કપ
  • કોર્ન સ્ટાર્ચ – 1 ચમચી
  • એલચી પાવડર – 1/4 ચમચી
  • કેસર – 1/4 ચમચી

રીત:

રસમલાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં દૂધ લો અને તેમાં કેસર પલાળી લો. હવે બ્રેડ લો અને તેને ગ્લાસની મદદથી ગોળ આકારમાં કાપી લો. હવે એક વાસણમાં દૂધ ગરમ કરો, તેમાં ખાંડ અને કોર્ન સ્ટાર્ચ ઉમેરીને બરાબર મિક્ષ કરો. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. આ પછી તેમાં પલાળેલું કેસર અને એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે આ દૂધને એક સ્પ્રેડ વાસણમાં કાઢીને તેમાં બ્રેડ નાખીને પલાળી દો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટ્સ નાખીને ગાર્નિશ કરો. તમારી રસમલાઈ તૈયાર છે. તેને ઠંડી થવા માટે ફ્રીજમાં રાખો અને જ્યારે તે ઠંડી થાય ત્યારે સર્વ કરો.

Related posts

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay

મોડી રાત સુધી જાગવું માનસિક સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જો વહેલા ઊંઘશો તો થશે આ 5 ફાયદા

Ahmedabad Samay

મસાલેદાર ટામેટા ચાટ ઘટાડે છે કોલેસ્ટ્રોલ લેવલ, આ છે ખાસ બનારસી રેસીપી

Ahmedabad Samay

શું દરરોજ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે? જાણો ચહેરા સિવાય અન્ય કયા ભાગો પર કરવો ઉપયોગ

Ahmedabad Samay

ડેન્ગ્યુ-મેલેરિયાને જડમૂળથી ખતમ કરી દેશે એક આયુર્વેદિક ઔષધિ, મળશે બીજા ઘણા ફાયદા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો