March 21, 2025
જીવનશૈલી

રેસિપી / હોળી પર, મહેમાનોને ખવડાવો આ ખાસ મીઠાઈ, 10 મિનિટમાં ઘરે જ બનાવો ‘ઇન્સ્ટન્ટ રસમલાઈ’

હોળીના તહેવારમાં લોકો હોળીની ઉજવણી કરવા એકબીજાના ઘરે જાય છે. ત્યારે જો તમે તમારા મહેમાનોને કંઇક અલગ બનાવીને ખવડાવવા માંગતા હોવ તો આજની ખાસ રેસીપી તમારા માટે છે. રસમલાઈ દરેકને ભાવે છે, ખાવામાં હળવી મીઠી અને સ્વાદમાં અદ્ભુત હોય છે. પરંતુ તમને લાગતું હશે કે તેને બનાવવું એ ખૂબ જ સખત મહેનત છે જેમાં સમય લાગશે. પરંતુ એવું નથી આવી રીતે રસમલાઈ તરત જ તૈયાર થઈ જશે. તમે તેને મિનિટોમાં ઘરે બનાવી શકો છો અને તમારા મહેમાનોને આશ્ચર્યચકિત કરી શકો છો. આ અદ્ભુત રસમલાઈ ખાધા પછી, દરેક ચોક્કસ તમને તેની રેસિપી માટે પૂછશે.

સામગ્રી:

  • દૂધ – 500 મિલી
  • બ્રેડ – 2 ટુકડાઓ
  • ડ્રાય ફ્રૂટ – 2 ચમચી
  • ખાંડ – 1/4 કપ
  • કોર્ન સ્ટાર્ચ – 1 ચમચી
  • એલચી પાવડર – 1/4 ચમચી
  • કેસર – 1/4 ચમચી

રીત:

રસમલાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં દૂધ લો અને તેમાં કેસર પલાળી લો. હવે બ્રેડ લો અને તેને ગ્લાસની મદદથી ગોળ આકારમાં કાપી લો. હવે એક વાસણમાં દૂધ ગરમ કરો, તેમાં ખાંડ અને કોર્ન સ્ટાર્ચ ઉમેરીને બરાબર મિક્ષ કરો. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. આ પછી તેમાં પલાળેલું કેસર અને એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે આ દૂધને એક સ્પ્રેડ વાસણમાં કાઢીને તેમાં બ્રેડ નાખીને પલાળી દો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટ્સ નાખીને ગાર્નિશ કરો. તમારી રસમલાઈ તૈયાર છે. તેને ઠંડી થવા માટે ફ્રીજમાં રાખો અને જ્યારે તે ઠંડી થાય ત્યારે સર્વ કરો.

Related posts

હવે પુરુષો મહિલા સાથે નહિ કરે બેવફાઈ, બેવફાઇ કરવા વાળા પુરુષો માટે આવી દવા

Ahmedabad Samay

‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટમાં ક્ષય નિવારવા દર્દીઓને આપાઇ ન્યુટ્રીશિયન કીટ

Ahmedabad Samay

પાણી પુરી ખાવા વાળા માટે ખાસ સમાચાર,સ્વાસ્થ માટે છે લાભદાયી પણ તેના ગેરફાયદા વાંચીને પકોડી ખાવાની છોડીન દેતા

Ahmedabad Samay

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay

તમારા કામનું / જીવલેણ રોગોનું કારણ બની જાય છે તણાવ, 7 આયુર્વેદિક ઉપચારોથી દૂર કરો ટેન્શન

Ahmedabad Samay

અનંત અંબાણીના લગ્નનો કુલ ખર્ચ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર ૦.૫ % છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો