September 23, 2026
જીવનશૈલીતાજા સમાચાર

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

બધા લોકો ટામેટાનો ઉપયોગ ભોજનમાં જુદી જુદી વાનગીઓમાં સ્‍વાદ વધારવા કરે છે. ખાસ કરીને શાક, દાળ અને સલાડ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટામેટાનો ઉપયોગ વધુમાં વધુ ફાયદો મેળવવા કેવી રીતે કરી શકીએ તે વિષે મોટાભાગના બધા લોકો અજાણ હોય છે.

ટામેટાથી શરીરમાં થતા હોય છે અદ્યતન ફાયદા અને ફાયદા સાથે થોડું નુકશાન, જાણો શુ છે નુકશાન.

* ટામેટામાં ભરપૂર માત્રામાં શરીરને જરૂરી પોષકતત્‍વો સાથે  વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે.

* ટામેટાનો રસ હરસ, મસા અને કબજીયાતને મટાડનાર છે. આ સાથે તે લોહીમાં વધારો અને પિત્તની વળદ્ધિ કરનાર છે. ટામેટા અરૂચિ માટે ફાયદાકારક છે. ટામેટાનું કચુમ્‍બર કરીને તેમાં સુંઠ અને સિંધા નમક નાખીને ખાવાથી અરૂચિ મટે છે.

* જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય અને શરીર પીળું રહેતું હોય તેવા લોકોએ ટામેટાના સૂપની અંદર એક થી બે ચમચી જેટલો ચ્‍યવનપ્રાશ નાખી સવાર-સાંજ લેવાથી શરીર એકદમ ટામેટા જેવું લાલ બની જાય છે. એટલે કે શરીરમાં લોહી વધારવા માટે અને લોહીની ઉણપ દૂર કરવા ટામેટા ખૂબ જ મદદરૂપ થાય છે.

* જે લોકોને આખો દિવસ પસાર કરવા છતાં પણ ભૂલ લાગતી ન હોય તેવા લોકોએ ટામેટાના ટુકડા કરી તેના ઉપર સિંધવ મોઠું, ધાણાજીરૂ અને કાળા મરીનો પાવડર મિશ્ર કરી ખાવાથી ભૂખ ઉગડે છે અને પાચનશક્‍તિ તીવ્ર બને છે.

* જે લોકો વારંવાર કબજીયાતની સમસ્‍યાથી પીડાઈ રહ્યા છે તેના માટે ટામેટા રામબાણ સાબિત થાય છે. આ માટે સવાર-સાંજ દરરોજ તાજા ટામેટાનો સુપ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ સાથે જે લોકોને અનિદ્રાની સમસ્‍યા હોય તે લોકો માટે પણ  ટામેટાનો સુપ ફાયદાકારક છે.

* જે લોકોના મોઢામાં અવારનવાર ચાંદાં પડે છે તે લોકો માટે  ટામેટા ફાયદારૂપ સાબિત થાય છે. આ માટે પાણીમાં ટામેટાના રસને મિક્‍સ કરી એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે. કળમિ રોગ માં ટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થાય છે.

* હાડકાને મજબૂત કરવા ટામેટા ફાયદાકારક છે. ટામેટા માં કેલ્‍શિયમ રહેલું હોવાથી તે હાડકાને મજબૂત કરે છે. આ સાથે સાંધાની તકલીફમાં પણ ટામેટા ખાવાથી રાહત મળે શકે છે. તમને જણાવીએ કે કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્‍લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે ટામેટા ખાવાથી રક્ષણ મળે છે.

કોને ટમેટા ખાવાથી દૂર રહેવું જ્જ

જે લોકોને પથરી, સોજા, સંધિવા અને અમ્‍લપિત્તના રોગની તકલીફ હોય તેવા લોકોએ ટમેટાનું સેવન કરવું જોઈએ નહિ. આ સાથે જે લોકોને ટામેટા ખાવાથી એલર્જીની સમસ્‍યા રહેતી હોય તે લોકોએ પણ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ.

Related posts

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

PM મોદીની 6G સ્પીડમાં કેટલી તાકાત? જાણો 5Gની સરખામણીએ તે કેવી રીતે કામ કરશે

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો