November 4, 2024
ગુજરાત

2021-22માં 1.06 લાખ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો, એક વર્ષમાં રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશ 140 યુનિટ વધ્યું

રાજ્યના વીજ વપરાશ સાથે માથાદીઠ વપરાશમાં પણ વધારો થયો છે. ગુજરાતની સામાજિક આર્થિક સમિક્ષાના અહેવાલ વર્ષ 2022-23માં એવું બહાર આવ્યું છે કે, વર્ષ 2020–21માં માથાદીઠ વીજ વપરાશ 2143 હતો, જે વર્ષ 2021-22માં 2283 થયો છે. આમ, ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશમાં વાર્ષિક 140 યુનિટનો વધારો થયો હોવાનું બહાર આવ્યું. છે. રાજ્યમાં વીજ વપરાશની સ્થિતિ વર્ષ 2020-21ની જોઇએ તો 88,333 મિલિયન યુનિટ હતી.
જેની સામે વર્ષ 2021-22માં વીજ ઉત્પાદન 1,29,327 મિલિયન યુનિટ હતી. આ પૈકી ગુજરાત રાજ્ય વીજ કોર્પોરેશન લિમિટેડનો 22,999 મિલીયન યુનિટ અને ખાનગી ક્ષેત્રનું 42,599 મિલિયન યુનિટ તેમજ કેન્દ્ર સરકાર હસ્તકના 62,729 મિલિયન યુનિટ હતું, જયારે રાજ્યનું વર્ષ 2021-22(નવેમ્બર-2022)નું વીજ ઉત્પાદન 94130 મિલિયન યુનિટ અને ગુજરાત રાજ્ય વીજ કોર્પોરેશન લિમિટેડનું 16668 મિલિયન યુનિટ, ખાનગી ક્ષેત્રનું 26637 મિલિયન યુનિટ અને કેન્દ્ર સરકાર હસ્તક પાવર પ્લાન્ટ હસ્તકનું વીજ ઉત્પાદન 50824 મિલિયન યુનિટ છે. વીજ ઉત્પાદન સામે રાજ્યનો કુલ કાર્યકારી વીજ વપરાશ વર્ષ 2021-22માં 1,06,349 મિલિયન યુનિટ હતું, જેમાં સૌથી વધુ 60.43 ટકા ઔદ્યોગિક વીજ વપરાશ 64265 મિલિયન યુનિટ છે.

Related posts

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો